________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
જૈન પરિભાષામાં અધ્યવસાયની તરતમતા અધ્યવસાયના સ્થાનકે કહેવાય છે. આપણું શરીર નિયમિત અને રીતસર હીલચાલ કરે છે. તેથી તેમાં લાગણી છે. તેથી શરીરમાં લાગણું ચૈતન્ય ધરાવનારી કઈ વસ્તુ પણ છે. તે જ આત્મા કહેવાય છે. તે આખા શરીરમાં ફેલાઈને રહે છે. તેને અસંખ્ય પ્રદેશ છે. પ્રદેશમાં આંદોલન થયા કરે છે. આત્માને સંકેચ ને વિસ્તાર થાય છે. નાની મટી જેવી કાયા મળે તેમાં આતમારામાં રહે છે, રહી શકે છે. શરીરમાં ફેલાઈને રહેલે આત્મા એક અખંડ પદાર્થ છે. અને તેના (મનની કલ્પનાએ) અસંખ્ય નિર્વિભાજ્ય ભાગ પાડી શકાય છે, તેને આત્મ પ્રદેશે કહેવાય છે, જોકે આત્મા શરીરમાં જ ફેલાઈને રહ્યો હોય છે. છતાં તેમાં સંકેચ પામવાની તેમજ વિસ્તાર પામવાની શક્તિ છે. તેનું નામ સંસર્ગને વિસર્ગ શક્તિ છે. આત્માને નાનામાં નાને ભાગ પરમાણુ જેવો હોય છે. જ્ઞાનીની બુદ્ધિથી પણ બે ભાગ ન થાય તેવો જ સમજ. પણ એટલું યાદ રાખવું કે પરમાણુ એકલે છૂટો છવા હોય છે, અને વળગેલે પણ હોય છે. પણ આમાના પરમાણુ જેવડે નાનામાં નાનો ભાગ તેનું નામ પ્રદેશ, તે પ્રદેશે એક બીજાથી છૂટા પડતા નથી. આત્માના અસંખ્ય પ્રદેશ છે. સેયની અણી જેટલા ભાગમાં પણ આમપ્રદેશ અસંખ્ય સમજવા. આપણા શરીરમાં જે જે સ્થળે જે જે ભાગમાં આત્મ પ્રદેશ છે, તે દરેક ઠેકાણે કામણ વર્ગણા હોય જ છે. પરંતુ યોગને લીધે જેટલી કાર્પણ વગણ આત્મપ્રદેશ સાથે મળે છે તેટલી જ કાર્મણ વર્ગણનું નામ કર્મ કહેવાય છે.
જેમ પાણીમાં રંગ મિશ્રિત થઈ જાય, તેમ આત્મપ્રદેશમાં તે કાર્મણ વગણ મિશ્રિત થઈ જાય. અને અગાઉની કાર્મણવર્ગણા
For Private and Personal Use Only