________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રીભગવતી આરાધનામાં કહ્યું છે કે- સાધુઓની વયાવત્ય કરવાથી ૧૬ ગુણો થાય છે –ગાથાઃ-ગુણ પરિણામે સિદ્ધા, વચ્છલંભત્તિપત્તલંભેય; સંઘાણુતવપૂયા, અવ્વછિત્તી સમાધીય ૧ આણુ સંજમ સાબિલ્લદાય, દાણુંચ અવિદિગિંછાય, વેજાવચ્ચસ્સ ગુણા, ભાવણાકજ પુણું. રા અર્થ –૧- સાધુના ગુણેના પરિણામ, ર–શ્રધ્ધાન, ૩–વાત્સલ્ય. ૪. ભક્તિ, પ–પાત્રલાભ. ૬-સંધાન એટલે રત્નત્રયની ઉત્પત્તિ. –તપ, ૮. પૂજા. ૯ ધર્મતીર્થની અશ્રુચ્છિતા. ૧૦. સમાધિ, ૧૧ તિર્થંકરની આજ્ઞાનુંધારવું, ૧૨. સંયમની સહાયતા. ૧૩ દાન. ૧૪ નિર્વિચિકિત્સા, ૧૫ પ્રભાવના. ૧૬-કાર્ય પૂરણુતા. એ ૧૬ ગુણ પેદા થાય છે. એ જ આરાધનાની ૧૭૦૦મી ગાથાથી આગળની ગાથાઓમાં અસુચિભાવનાના અધિકારમાં. તેમ બીજા પણ ઘણા ગ્રંથમાં લબ્ધિઓના વર્ણન છે. કે–તપ, લાભાંતરાયના ક્ષપશમ, વીર્યાન્તરાયના ક્ષપશમ, શરીરને અંગોપાંગ નામ કર્મના ક્ષપસમથી અનેક જાતની લબ્ધિઓ પેદા થાય છે. પણ તે આત્મિય સ્વભાવની મૂળ પ્રકૃતિ નથી. પણ પુદગલની પ્રકૃતિ છે. એ લબ્ધિઓમાં જ અહંકાર કે મારાપણું ધારણ કરે છે તે મુનિ પતિત થાય છે. જૈનેતરને પણ તપના વેગથી તેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વધારીએ એવી લબ્ધિઓને ઇચ્છતા નથી. મોક્ષસુખ આપનારી લબ્ધિઓને જ ઈચ્છે છે. જેવી કે તિર્થંકર લબ્ધિ, ગણધરલબ્ધિ, કેવલ જ્ઞાનલબ્ધિ, ક્ષાયિક ચારિત્ર લબ્ધિ વગેરે જે આત્મ લબ્ધિઓ છે તેજ ઈછે, બાકી પુગલીક લબ્ધિઓ નહીં.
દિગંબરે ૧૬ દેવલેક અને એક ઈદ્રો માને છે. દ્રૌપદીને પાંચ ભર્તાર નથી માનતા. પાંચ ભરીને સતી કહેવી તેને મિથ્યાત્વ
For Private and Personal Use Only