________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧e
દ્વારા એ ભેદતો હોવાને તો તમે પણ કદાચ અનેકવાર અનુભવ કર્યો હશે. રાગને ભાવ દ્વેષના ભાવથી અને દ્વેષને ભાવ રાગના ભાવથી ભેદાય છે. દાખલા તરીખે કઈ કઈવાર તમને દાન દેવાનું મન થઈ ગયું હોય પણ દાન દેતા પહેલાં દાન દેવાને વિચાર પલટાઈ ગયો હોય એવું પણ બને છે. લક્ષ્મીના લેભના ભાવે અથવા શ્રેષના ભાવે દાનના શુભ ભાવને ભેદી નાખ્યું હોય એવું પણ બને છે. જે ભાવ મનમાં પ્રગટ્યો હોય તેનાથી વિપરીત કેટીને ભાવે જે જોરદાર બની જાય તો પહેલા પ્રગટેલો ભાવ ભેદાઈ જવા પામે. દાનનો ભાવ લફમી ઉપરની મૂર્છાથી અથવા સામી વ્યક્તિ ઉપરનાં દ્વેષથી ભેદાય તેમ શીલને ભાવ વિષયસુખની અભિલાષાથી ભેદાય એ વિગેરે હેલું છે. કારણ કે અનાદિ કાળથી એ ભાવમાં જીવ રમતે આવ્યું છે. જ્યારે દાનને ને શીલનો ભાવ આત્માએ પુરૂષાર્થથી પેદા કરેલો છે. તે એ ભાવ ભરાઈ જાય નહિં માટેજ દાન અને શીલના ભાવને પ્રબળ બનાવવું જોઈએ કે પરિણામથી સીધો ઘા મેહનીય કર્મ ઉપર થાય. અને એ પરિણામથી જ્ઞાનાવરણીયાદિક ત્રણે કર્મો ઉપર એ છે વધતે અંશે ઘા થયા વિના રહે નહિં. કર્મગ્રંથીરૂપી આત્મપરિશુમમાં ગાઢ રાગ ને દ્વેષને જે ભાવ રહેલો છે તેને ભેદે એવો પરિણામ બન્યો રહેવો જોઈએ. એટલે વસ્તુત કરવાનું શું છે? પરિણામને ભેદવા નથી, પણ પરિણામમાં આવતી રાગદ્વેષની અસરને ટાળવાની છે. એ અસરને ટાળવા માટે રાગદ્વેષના ગાઢપણને ટાળી નાંખવું જોઈએ. રાગ અને દ્વેષને એવે ઠેકાણે રાખવું જોઈએ કે એ ઠેકાણના કારણથી કમશઃ પાતળા પડતા જાય અને ખરાબ અસર કરવા માટે શક્તિ રહિત બની જાય.
For Private and Personal Use Only