________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ.
૧૫
હક સાચવવા પડે છે, તેમ સંસારમાં જીવન ગાળતી વેળાએ પણ આપણે અન્ય સંસારવાસીઓના હક જાળવવાના છે. આ ધર્મને આપણે સંસારિણીધર્મ કહીશું. જે સંસાર આપણું - પાસેથી રક્ષણ કરે છે, જે સંસાર પિતાને ભૂતકાળને બધા સંચય આપણુ ચરણમાં ખુલે મૂકી દે છે, જે સંસારવાસીઓ આપણી સાથે ખભેખભે મેળવી ઉભા રહે છે, તે સંસાર અને સંસારીઓ તરફ આપણું પણ અનેક ધર્મ છે જ. જે કેળવણી આપણે લીધી તે કેળવણીની પદ્ધતિ વધારે લાભદાયક કરવી, જે ઔષધશાળાઓએ આપણને સાજો કર્યો તે ઔષધશાળાઓને સમરાવવી, જે બાગ, ચટા, મન્દિરાએ આપણને આનન્દની, જરૂરીઆતની અને ઉન્નતિની સામગ્રી પૂરી પાડી, હેમને વધારે ભાવન્તાં, ઉપયોગી અને પવિત્ર કરવાં કેણ કહેશે કે એ આપણુ ધર્મ નથી ? સંસાર અનેક રીતે આપણું સુશ્રષા કરે છે. આપણને ઘટે છે કે આપણે એ સંસારની સુશ્રુષા કરવી.
હેને! એ સંસારસેવાના યથાશક્તિ, મતિઅવકાશ આચરવાના અનેક માર્ગ છે; ખંતથી શોધશે હેમને સને તરત જ તે જડશે. અહીં તે એટલું જ વિનવું છું કે સંસારમાંનાં વડીલે. ભણ પુત્રીભાવ, સંસારમાંનાં સમાનવથી ભણી ભગિનીભાવ, અને સંસારમાંનાં ન્હાનેરાંઓ ભણે માતાભાવ રાખજો. એ હમારે સંસારિણીધર્મ. જે ભાવથી પુત્રી, ભગિની અને માતા થઈ કુટુંબમાં વિચરે છે, એ ભાવથી સારાયે સંસારમાં સદા વિચરજો! એમાં જ તમારું અને સંસારનું ઉભયનું કલ્યાણ છે.
બહેને ! કલ્યાણ થાવ તમ સહુનું. આટલુંએ આપણે સમજી શીખી આચરવા માંડશું, તો આપણને ઘણું ઊંચે રહડવાનું મળશે. પરદુઃખભંજન વિકમરાજનું આ ૧૯૬૫ નું વર્ષ આપણું સફળ થશે, અને આપણું ગુજરાતમાં અનેરાં અજવાળાં જ ઉઘડશે. ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળના સભાસદોને એ તે કહેવું પડે એમ જ નથી કે આપણે સૌ ગુર્જરીનાં સન્તાન છીએ. ગુર્જરીને યશ
For Private and Personal Use Only