SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ સ્ત્રીઓને સદેશ. સુધારો છે તે અજ્ઞાન અને હલકી જાતની એટલે તેને લીધે ફાયદાને બદલે નુકશાન થતું. જ્યારથી મિસ નાઈટગેલ નર્સ થઈ ત્યારથી સારા કુટુંબની છોકરીઓએ નર્સ, અને મિડવાઈફનું કામ કરવા માંડયું અને વૈદક ખાતામાં તેને લીધે સુધારો થયે. આપણી વિધવાઓ, અને જે સ્ત્રીઓને બાળક ના હોય, ઘરની ઘણી ઉપાધી ના હિય તે લોકે આ પ્રમાણે દેશના ઉપગમાં આવી શકે, અને તેને લીધે ઘણે લાભ થવા સંભવ છે. અનેક પ્રકારનાં દરથી પીડાતી સ્ત્રીઓના આશીર્વાદ રૂપ થાય સુવાવડનાં સંકટ દૂર થઈ જાય અને સ્ત્રી બાલકના મરણપ્રમાણમાં ઘટાડે થાય એને બાળ હોય આ પ્રમાણે આપણી દષ્ટિમર્યાદા વિશાળ કરવાની જરૂર છે. અને આ પ્રકારનું કાર્ય સ્ત્રી મંડળ, અને સ્ત્રી સમાજ માર્કત જ થઈ શકશે. માટે આવાં મંડળનાં નેતાઓએ તેમજ મેમ્બરએ આળસ કહાડી નાખીને નવા યુગમાં નવાં કર્તવ્ય હાથ ધરવાની આવશ્યકતા છે. છે પ્રથમ જ્યારે આવાં કાર્ય હાથમાં લેવાશે ત્યારે પુરુષે તેમજ સ્ત્રીઓ તરફથી ઘણી જ વિરુદ્ધતા દેખાડવામાં આવશે એ તે ખરું જ. કારણ કે સહુને એમ લાગશે કે આમ તો ઘરબાર, છોકરાં હૈયાં છોડીને સ્ત્રીઓ કામ કરશે તે ઘર વંઠશે, બૈરાં છુછલાં થઈ જશે અને છેવટે આપણે સંસાર વિફરશે. પરંતુ હિમત અને ડહાપણથી કામ કરીશું તે એવી ધાસ્તી નકામી જશે. અમેરિકામાં જ્યારે એવી બૈરાની કલબે શરૂ થઈ ત્યારે પણ તેવી જ બીક હતી. પણ પાછળથી એ જ વિરોધી મતના લોકોને લાગે છે કે કેળવણી, શહેરનું આરોગ્ય, વિગેરે બાબતમાં અમેરિકા આગ વધ્યું છે તે ઘણે ભાગે ત્યાંની સ્ત્રીઓની કલબેને લીધે છે. ત્યાંની સ્ત્રીઓની કલબમાં સાહિત્ય અને સાક્ષરોની ચર્ચા નથી થતી. જે રસ્તેથી એ લેકેને આવવું પડે તે રસ્તામાં કાદવ કીચડના ઢગલા હોય, તેના તરફ તેમનું લક્ષ પહેલું ખેંચવાનું છે. કલબ For Private and Personal Use Only
SR No.020760
Book TitleStreeone Sandesh
Original Sutra AuthorN/A
AuthorDevkibai Mulji Vaid
PublisherDevkibai Mulji Vaid
Publication Year1917
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy