________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
માની નહિ. એક દિવસ જ્યારે શિવભૂતિ બહાર ગયા હતા, ત્યારે ગુરૂએ તે દુશાલાના ફાડીને કટકે કટકા કરી નાખ્યા. દુશાલાના કટકા થઈ જવાથી શિવભૂતિને બહુ જ ગુસ્સો ચડયો અને તેઓ તર્ક કરવા લાગ્યા કે, જે વસ્ત્રોથી મહ ઉત્પન્ન થાય છે તે વસ્ત્રોને તદ્દન કાઢી નાખવાં એજ એગ્ય છે. આમ વિચારીને પોતે નગ્ન રહેવાનું વ્રત લઈને પિતાના ગુરૂથી અલગ પડી એક નવિન ધર્મના પ્રચાર કરવા લાગ્યા, અને આ ધર્મમાં નગ્નતાને મુખ્ય સ્થાન દીધું. આ સહસ્ત્રમલ્લ પોતે પિતાને દિગંબર કહેવા લાગ્યા, અને બસ, તે વખતથી દિગંબર સંપ્રદાયની શરૂઆત થઈ. તેમની બહેને તે ધર્મ અંગીકાર કર્યો અને નગ્ન રહેવાની આજ્ઞા માગી. શિવભૂતિએ પિતાની બેનને નગ્ન રહેતાં અટકાવી અને કહ્યું કે, સ્ત્રીઓ મેક્ષ મેળવી શકતી નથી. એમ કહેવાય છે કે, આ બનાવ ઈસ્વી સનની બીજી સદીની વચમાં બનેલો છે.
દિગંબરોની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સંબંધમાં ઉપર મુજબની દંતકથા ચાલે છે. કદાચ આ દંતકથાને કોઈ સાચી ન માને, તો પણ દિગંબર નવિન થયા હોવાની જે દલીલ ઉપર આપી છે, તે દલીલ એવાં ઐતિહાસિક પ્રમાણો પરથી આપેલ છે કે, દરેક વાચકને ખાત્રી થઈ જશે કે, દિગંબર જરૂર પાછળથી જ થયેલા છે. જેનું નામ શ્વેતાંબર કેવી રીતે પડ્યું?
જ્યારે શિવભૂતિએ નગ્ન રહેવા માંડ્યું અને દિગંબર સંપ્રદાયની સ્થાપના કરી ત્યારે એ તો સ્વાભાવિક હતું કે, જે મૂળ સંઘમાં નગ્ન રહેવાને સિદ્ધાંત નહતો અને વેત
For Private and Personal Use Only