________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોર પૂર્વક કરીને, બિચારા મુંગા પશુઓનું રક્ષણ કર્યું, અને સર્વ સ્થળે સુખ-શાંતિ સ્થાપી.
મનુષ્યને જે સદ્ગણો ખરેખરી રીતે શ્રેષ્ઠ બનાવે છે તે સગુણ-આત્મ ત્યાગ, ઉદારતા, સત્ય-પ્રેમ અને એવા જ બીજા અનેક સગુણેને માટે ક્ષત્રિય લેકે ઘણું જુના વખતથી પ્રસિદ્ધ હતા. યુદ્ધના મુશ્કેલીવાળા વખતમાં પણ તેઓએ સચ્ચરિત્રતા, ધીરતા, આત્મ-નિરોધ અને કર્તવ્ય પરાયણતાનાં એવાં એવાં કામ કરેલ છે કે, જેને લઈને તેમનાં સંતાને આજે પણ તેમનાં શુભ નામનું સ્મરણ બહુજ આદર અને સન્માનથી કરે છે.
આ નર-રત્નો કે જેમનામાં અસલી શ્રેષ્ઠતા અને મહાનતા ભરી પડી હતી, તેઓએજ જૈન તીર્થકરે જેવા પવિત્ર આત્માઓને જન્મ દીધે. આ તીર્થકરેએ અસંખ્ય જીના જાન બચાવ્યા, અને એક એવા મહાન ધર્મને પ્રચાર કર્યો કે જે ધર્મના ગુણગાન મુંગા જાનવરો પણ પોતાની મન ભાષામાં નિરંતર કર્યા કરે છે.
જૈન ધર્મના વિષયમાં ભ્રમ.
જે ધર્મનો પ્રચાર આવા શૂરવીર ક્ષત્રિઓએ કર્યો, જે ધર્મમાં ઉત્તમોત્તમ સિદ્ધાન્તો ભર્યા પડ્યા છે, જે ધર્મ મનુષ્ય જાતિ માત્રનું અનહદ કલ્યાણ કર્યું છે; જે ધર્મમાં એવી એવી ખૂબીઓ મોજુદ પડેલી છે કે, જે ખૂબીઓની સામે આજકાલની આશ્ચર્યજનક વૈજ્ઞાનિક શોધખોળે તતડી
For Private and Personal Use Only