________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
ઢળ રૂપાતીત સ્વભાવજે, કેવલ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રી.
અર્થ:- રૂપરહિત સ્વભાવવાળા કેવલજ્ઞાન અને કેવલદર્શનવાળા એવા સિદ્ધોનું જે ધ્યાન કરે છે. તેઓના આત્મા ગુણની ખાણ રૂપ સિદ્ધ બની જાય છે. ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાશા અષ્ટકર્મ મળ ક્ષય કરી, સિદ્ધ ભયે નમો તાસી, સિદ્ધસ્વરૂપી જે થયા, કર્મ મેલ સહિ ધોયા. જેહ થશે ને થાય છે, સિદ્ધ નમો સહુ કોયll
सिद्धाणं वि पडिमाणं, कारावण पूअणा पणमेहिं । तग्गय मण झाणेणं, सिद्ध पयाराहणं कुणई।। (સિરિ સિરિવલકથા)
અર્થ:- સિદ્ધ પરમાત્માની પ્રતિમા કરાવવા વડે, પૂજા વડે, વંદન વડે, તેમના ગુણોનાં ધ્યાન વડે સિદ્ધપદની આરાધના કરે છે.
સિદ્ધપદની આરાધના કરનાર આરાધકે પુંડરીકજી, પાંડવો, રામચંદ્રજી, અમર કુમાર, ગજસુકુમાલ, ઇલાયચિ કુમાર, વજસ્વામી, અરણિકમુનિ, વિગેરેના દૃષ્ટાંતો અહિ વિચારવા જ્ઞાનવિમલ સૂરિ ચૈત્યવંદનજિનવર બિંબ પૂજતાં, હોય શતગણું પુન્યા સહસ્ત્ર ગણું ફળ ચંદને, જે લેપે તે ધન્યા. લાખ ગણું ફળ કુસુમની, માળા પહિરાવી. અનંત ગણું ફળ તેહથી, ગીત ગાન કરાવી
વિનય વિજયજી ઉપાધ્યાય. જિનવર પાસે આવતાં, છ માસી ફળ સિદ્ધા આવ્યા જિનવર બારણે, વર્ષીતપ ફળ લિદ્ધા સો વર્ષ ઉપવાસ પુણ્ય, જે પ્રદક્ષિણા દેતા સહસ વરસ ઉપવાસ પુણ્ય, જે નજરે જોતાં ફળ ઘણું ફૂલની માળ, પ્રભુ કંઠે ઠવતાં પાર ન આવે ગીત, નાદ કેરા ફળ થતાંll નિર્મળ તન મને કરીએ, ગુણતાં ઇંદ્ર જગીશા નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશા
For Private And Personal Use Only