________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
જગતની અંદર આ ભવમાં સુખની પ્રાપ્તિ થવામાં પૂર્વે કરેલું પુણ્ય અથવા શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કારણ ભૂત છે.
‘સુકૃતસાગર માં કહ્યું છે કે-કલ્પવૃક્ષથી પણ અધિક મહિમા વાળા શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારના દરેક અક્ષર ઉપર ૧૦૦૮ મહાવિદ્યાઓ રહેલી છે. पूजा कोटि समं स्तोत्रं, स्तोत्र कोटि समो जपः । जप कोटि समं ध्यानं, ध्यान कोटि समो लयः ।।
કોડ પૂજા બરોબર એક સ્તોત્ર છે. ક્રોડ સ્તોત્ર બરાબર એક જપ છે. કોડ જપ બરાબર એક ધ્યાન છે. ક્રોડ ધ્યાન બરાબર એક લય (એકાગ્રતા) છે. ૐ હ્રીં નમો અરિહંતાણં એ પદનો જાપ
શ્રી સિદ્ધપદ
ગુણ આઠ (માણેક) ઘઉં વર્ણ સિદ્ધાત્માઓ સિદ્ધશિલા ઉપર એક યોજનનાં ૧/૨૪ મા ભાગ ઉપર રહે છે. શ્રુતકેવલી ભગવાન શ્રીમદ્ભદ્રબાહુ સ્વામીજી મહારાજ શ્રી સિદ્ધપરમાત્માના સ્વરૂપનો ખ્યાલ આપતાં ફરમાવે છે કે-દારિકાદિ પાંચે શરીરોથી રહિત, અનંત કેવલજ્ઞાન, કેવલ દર્શન વડે સર્વ પદાર્થોનાં સર્વ ગુણો અને સર્વ પર્યાયોને જાણી અને જોઇ રહેલા તથા અવિનાશી ભાવથી જગતના જીવોને મોક્ષમાર્ગ પ્રત્યે અખંડ શ્રદ્ધા ઉત્પન્ન કરાવનાર શ્રી સિદ્ધપરમાત્માઓ કલ્યાણકાંક્ષી આત્માઓ માટે અવશ્ય આરાધવા યોગ્ય છે.
સકલ કર્મોનો ક્ષય કરીચૌદમા ગુણસ્થાનકે અંતે સાદિ અનંત ભાંગે જેઓ લોકાન્ત સ્થિર રહેલા છે, એવા સિદ્ધ પરમાત્માનું તેમના ગુણો સહિત ધ્યાન કરવું. દ્રવ્ય તેમજ ભાવપૂર્વક તેમની ભક્તિ કરવાથી આ પદનું આરાધન થાય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય એ આઠ કર્મોનો ક્ષય કરી સિદ્ધિપદને પામેલા છે.
लाघव योगात् धूमवत्, अलाबू फल वच्च संग विरहेण । बंधन विरहात् एरंडवत्, सिद्धस्य गतिः ऊर्ध्वा ।।१।।
અર્થ:- ધૂમાડાની જેમ હલકા હોવાથી, તુંબડીની જેમ સંગના વિરહથી, એરંડની જેમ બંધનના અભાવથી સિદ્ધ પરમાત્માની ઉર્ધ્વગતિ થાય છે.
For Private And Personal Use Only