________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલદાતા શિવની શમશાનલીલા श्मशानेष्वाक्रीडा स्मरहर पिशाचाः सहचरा. श्चिताभस्मालेपः स्रगपि नृकरोटीपरिकरः ॥ अमङ्गल्यं शीलं तव भवतु नामैवमखिलं तथापि स्मर्तृणां वरद परमं मङ्गलमसि ॥२४॥
હે કામદેવને નાશ કરનાર! શ્મશાનોમાં રમવું, ભૂતપ્રેતની સબત, ચિતાની ભસ્મ ચોળવી અને મનુષ્યની પરીની માળા પહેરવી, એમ તમારી રીતભાત ભલે અમંગળ હોય; છતાં તે વરદાતા! તમે સ્મરણ કરતા ભકતો માટે તો પરમ મંગળસ્વરૂપ છે. ૨૪
ભગવાન મહાદેવ રમશાનમાં વાસ કરે છે. ભૂતપ્રેતો તેમનાં સેબતી છે, માણસના માથાની પરીઓની માળા તે પહેરે છે અને ગજચર્મ ધારણ કરે છે, એમ તેમની રીતભાત અમંગળ જણાય છે; તોપણ ભકતો પ્રત્યે તો બધી રીતે તે મંગળ સ્વરૂપ જ છે. જાઓ: આ જ ભાવ ઉપમન્યુકૃત શિવસ્તોત્રમાં પણ જણાવ્યો છે કે, “સવિષsઘમૃતા તે મવાન્ રાવમુકામળોરે વાવના હે પ્રભો ! આપ (કંઠમાં) ઝેર સહિત છે છતાં (ભકતો તરફ) અમૃતની પેઠે આચરણ કરી છે. વળી મુડદાંની ખોપરીઓનું (અપવિત્ર) આભૂષણ ધારણ કરો છો છતાં પવિત્ર છે.’ આવી સાચી સ્થિતિ હોવા છતાં કેટલાક પાપી લોકો શિવજીને અમંગળ કહી તેમની નિંદા કરે છે, તો તેવા લોકો પ્રત્યે તો તે અમંગળ જ નીવડે છે, કેમ કે, “દરી માવના થી સિદ્ધિર્મવતિ તદરી |
For Private and Personal Use Only