________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાર્વતી પણ સ્ત્રી હાઈ શંકરને નથી ઓળખતાં ! ૭૭
દ્રિયને ( ક્ષણમાત્રમાં) ‘હું આ પાર્વતીના અનુપમ સૌંદર્ય દ્વારા ) જીતી લઈશ, એવી આશા રાખનાર કામદેવે આપની સામે ધનુષ સજ્જ કર્યું, ત્યારે આપે તત્કાળ તેને ઘાસની જેમ પોતાના ત્રીજા નેત્રના અગ્નિની જ્વાળા વડે ભસ્મીભૂત કર્યો; એ સર્વ પ્રકાર પાર્વતીએ નજરે દીઠો હતો અને મારા સૌંદર્યથી સર્વોત્કૃષ્ટ યોગી શંકર વશ થશે નહિ. એમ તે સમજી ગયાં હતાં; પણ આપના મનમાં વિચાર થયેલા કે, ‘મારે માટે પાર્વતી ઘણા વખતથી તપ કરે છે, તો તેના ઉપર કૃપા થવી જોઈએ. મારા વિરહના દુ:ખને એ પ્રાપ્ત ન થાઓ ! એમ કેવળ કૃપાવશ થઈને તમે પોતાના શરીરના અર્ધ ભાગમાં તેમને ધારણ કરેલાં છે; છતાં એ પાર્વતી દેવી જો એમ માનતાં હોય કે, ‘શંકર મારે અધીન છે, તેથી મને અર્ધાંગે રાખે છે; અને એ ણ જ છે—સ્રીવશ જ છે' આમ માનવું જોઈએ કે, હે વરદ ! ખરેખર સ્ત્રીઓ સ્વભાવથી જ મૂઢ હોય છે. ખરી રીતે દેવી પાર્વતી તો ચિંદ્ર ૫ છે, છતાં જો એ રીતે માને તો સ્ત્રીઓનાં ભૂષણરૂપ ગુણામાં મૂઢતા એ પ્રધાન ગુણ છે એમ સ્ત્રીઓની તે નકલ કરી દેખાડે છે એમ સમજવું જોઈએ.
હવે પાર્વતી શંકરના અર્ધાંગમાં કેમ રહે છે અને શંકરે તેમને અર્ધાંગે કેમ ધારણ કર્યાં છે, તે વિષે વિચારીએ. જુઓ સ્ત્રીઓનું ચિંતન માત્ર પણ જો કામોત્પત્તિ કરે છે, તો પછી તેનું સમીપપણું હાય ત્યારે તા શું બાકી રહે ? આમ છતાં તેના સહવાસમાં રહીને પણ જે પુરુષ સર્વકાળે ભગવાનના નામના પ કરતા રહે છે એવા સમર્થ પુરુષની આગળ કામદેવ આવી જ
For Private and Personal Use Only