________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્માની મર્યાદાનું રક્ષણ
હવે બ્રહ્મદેવે મૃગરૂપ ધારણ કરી પિતાની પુત્રી પ્રત્યે નિઘ કર્મ કરવા ધાર્યું, ત્યારે મહાદેવજીએ શિક્ષા કરી હતી, તે વર્ણવતાં સ્તુતિ કરે છે: प्रजानाथं नाथ प्रसभमभिकं स्वां दुहितरं गतं रोहिद्भतां रिरमयिषुमृष्यस्य वपुषा । धनुष्पाणेर्यातं दिवमपि सपत्राकृतममुं वसन्तं तेऽद्यापि त्यजति न मृगव्याधरमसः॥२२॥
' હે નાથ! મુગલીરૂપે થયેલી પોતાની પુત્રી સાથે રમણ કરવાની ઈચ્છા રાખતા અને મૃગનું રૂપ ધારણ કરી બળાત્કાર ગમન કરતા એ કામી પ્રજાપતિને તમે બાણનું નિશાન બનાવ્યા ત્યારે ત્રાસ પામી તે બ્રહ્મા આકાશમાં જતા રહ્યા! છતાં હજી પણ ધનુષ્ય ધારણ કરતા તમારો (એ) શિકારીના જેવો આવેશ અથવા વેગ (તેમ જ તમારું બાણ આદ્ર નક્ષત્ર બની મૃગશીર્ષ નક્ષત્રરૂપે થયેલા) એ બ્રહ્માને છોડતો નથી. ૨૨
પ્રજાપતિ બ્રહ્મદેવે કામથી વ્યાકુળ બની (લજ્જાથી જેણે મૃગલીનું શરીર ધારણ કર્યું હતું એવી) પોતાની પુત્રી સાથે રમવાની ઇચ્છાથી પોતે મૃગનું રૂપ ધારણ કરી તેની ઇચ્છા વિરુદ્ધ તેની પાછળ જવા લાગ્યા, ત્યારે તે કામવશ થયા હોવાથી તેમને પોતાની યોગ્યતાનું ભાન રહ્યું ન હતું. એ તે પાપથી ડર્યા વગર પિતાની પુત્રી સાથે ક્રિીડા કરવા દોડેલા હતા, તેમની એ ઉછુંખલતા માટે તેમને શિક્ષા થવી જોઈએ એવા વિચારથી હે સર્વ
For Private and Personal Use Only