________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિમ્ર તેત્ર
આવી શકે છે. હે પ્રભો ! આપની અકળ કળાને કોઈ પાર પામી શકતું નથી. એવો અહીં ભય છે.
[ પૂર્વે ભગીરથરાજાએ કપિલ મહર્ષિના ક્રોધાગ્નિમાં ભસ્મીભૂત બનેલા પોતાના પૂર્વજોના ઉદ્ધાર કરવા ગંગાનો પ્રવાહ પૃથ્વી ઉપર લાવવાને ઘણાં વર્ષો સુધી બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી હતી, તેથી પ્રસન્ન થઈ બ્રહ્મદેવે કહ્યું: ‘તારી શી ઇચ્છા છે? એટલે ભગીરથે જણાવ્યું કે, “મારા પૂર્વજોને ઉદ્ધાર કરવા ગંગાનો પ્રવાહ પૃથ્વી ઉપર આવે એવો મારા ઉપર આપ અનુગ્રહ કરે.” બ્રહ્મદેવે કહ્યું: “હે રાજન ! ગંગાને પ્રવાહ પૃથ્વી ઉપર આવે તે ખરો, પણ એને વેગ કોઈથી સહન થઈ શકે તેમ નથી. જો તે એકદમ પૃથ્વી ઉપર પડે, તો આ આખપૃથ્વી રસાળમાં જતી રહે. માટે જો તમે તપ વડે શંકરને પ્રસન્ન કરો અને તે ભગવાન એ પ્રવાહને પિતાના શિર ઉપર ઝીલવા જો કબૂલ થાય, તો પૃથ્વી ઉપર ગંગા આવે અને તમારું કાર્ય થાય!' પછી ભગીરથે શંકરને પ્રસન્ન કરવા ભારે તપ આદર્યું ને શંકરને પ્રસન્ન કરી તેમને પોતાની ઇચ્છા જણાવી. મહાદેવજીએ ગંગાને પ્રવાહ મસ્તક ઉપર ઝીલવા વચન આપ્યું, ત્યારે ભગીરથે ગંગાજીને પ્રસન્ન કરવા તપ કર્યું અને તેમને પ્રાર્થના કરી પ્રસન્ન કર્યા. ગંગાને મનમાં અભિમાન થયું: ‘મારા પ્રવાહને વેગ મહાદેવજી પણ સહન કરી શકવાના નથી; હું તેમને પાતાળમાં ઘસડી જઈશ.” ભગવાન શંકર તો પોતે અંતર્યામી છે, એટલે ગંગાજીને વિચાર તેમણે જાણી લીધો અને વિરાટ સ્વરૂપ ધારણ કરી ગંગાને પોતાની જટામાં ત્યાં ને ત્યાં સમાવી દીધાં કે જેથી તેમને ક્યાંય પત્તો લાગ્યો નહિ.
સ. સા
For Private and Personal Use Only