________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેંત્રપાઠ ફળશ્રુતિ
૧૦૫
કોઈ મંત્ર નથી અને ગુરુનવથી વધીને બીજા કોઈ શ્રેષ્ઠ તવ નથી. ગુરુમહિમા તે જે જાણે છે તે જ જાણે છે. જગદ્ગુરુ શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યે ગુરુમહિમા સારી રીતે ગાયો છે; વળી આ શિવમહિમ્ન સ્તોત્ર ઉપર સંસ્કૃત ભાષામાં વ્યાખ્યા કરનાર શ્રીમદ્ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમધુસૂદન સરસ્વતી સ્વામીએ વ્યાખ્યાના અંતમાં “આ મેં મારા શ્રીગુચરણમાં સમર્પણ કરી છે” એમ કહીને ગુરુ પ્રત્યે પોતાને અનન્યભાવ પ્રદર્શિત કરેલ છે. આ જોતાં પૂર્વકાલીન વિદ્વાનોમાં પોતાના ગુરુ પ્રત્યે કેટલી વિનયશીલતા અને કેટલો આદરભાવ હતો, તે જણાઈ આવે છે. ધન્ય છે એવા ગુરુઓને! ને ધન્ય છે એમના આવા ગુરુભાવથી ભરેલા શિષ્યોને!
આ અનુરુપ વૃત્ત છે. એનું બીજું નામ શ્લોક પણ છે. લક્ષણ નીચે મુજબ છે:
श्लोके षष्ठं गुरु ज्ञेयं सर्वत्र लघु पंचमम् । द्विचतुष्पादयोर्हस्वं सप्तमं दीर्घमन्ययोः ॥ શ્લોકમાં અક્ષરો આઠ, પ્રત્યેક પદમાં ગણો; પાંચમો લઘુ ને છઠ્ઠો, ગુરુ ચારે પદો તણે. આવે જે સાતમે તે તે, પહેલે ત્રીજે પદે ગુરુ,
પરંતુ લઘુ લેવાય, બીજે થે કહું ખરું. दीक्षा दानं तपस्तीय ज्ञानं यागादिकाः क्रियाः। महिम्नस्तवपाठस्य कलां नाईन्ति षोडशीम् ॥३६॥
For Private and Personal Use Only