________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન-૧૪
શ્રી આદિશ્વર ભગવાનને વિનતિ
સુણ જિનવર શેત્રુંજાધણીજી, દાસતણી અરદાસ, તુજ આગળ બાળક પરેજી, હું તો કરૂં વેખાસ રે જિનજી ! મુજ પાપીને રે તાર
તું તો કરૂણારસ ભર્યોજી, તું સહુનો હિતકાર ૨ જિનજી૦ ૧
હું અવગુણનો ઓરડોજી, ગુણ તો નહિં લવલેશ, પરગુણ પેખી વિ શકું જી, કેમ સંસાર તરેશ ? જિનજી૦ ૨
જીવતણાં વધ મે કર્યાજી, બોલ્યા મૃષાવાદ,
કપટ કરી પરધન હર્યાજી, સેવ્યા વિષય સંવાદ ૨ જિનજી૦ ૩
હું લંપટ હું લાલચુંજી, કર્મ કીધા કેઈ ક્રોડ,
ત્રણ ભુવનમાં કો નહિં જી, જે આવે મુજ જોડ રે. જિનજી૦ ૪
છિદ્ર પરાયાં અહોનિશેજી, જોતો રહું જગનાથ, કુગતિ તણી કરણી કરજી, જોડયો તેહશું સાથ રે, જિનજી૦ ૫
કુમતિ કુટિલ કદાગ્રહીજી વાંકી ગતિ મતિ મુજ, વાંકી કરણી માહરીજી, શી સંભળાવું તુજ રે. જિનજી૦ ૬
પુણ્યવિના મુજ પ્રાણિયોજી, જાણે મેલું રે આથ, ઊંચા તરૂવર મોરિયાજી, ત્યાંહી પસારે હાથ રે, જિનજી૦ ૭ વિણ ખાધા વિણ ભોગવ્યાજી, ફોગટ કર્મ બંધાય, આર્તધ્યાન મીટે નહિંજી, કીજે વણ ઉપાય રે. જિનજી૦ ૮
કાજળથી પણ શામળાજી, મારા-મન પરિણામ, સોણલામાંહી તાહરૂજી, સંભારું નહિં નામ રે. જિનજી૦ ૯
| શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only
v