________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા, તુજ વિના દેવ દૂજો ન ઇહું, તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતો, કર્મભર ભ્રમથકી હું ન બીહું. ઋષભ૦ ૪
કોડી છે દાસ વિભુ ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો,
પતિત પાવન સમો જગત ઉદ્ધારક, મહેર કરી મોહે ભવજલધિ તારો. ઋષભ૦ ૫
મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મનવસી, જેહશું સબલ પ્રતિબંધ લાગો, ચમક પાષાણ જેમ લોહને ખિચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ઋષભ૦ ૬
ધન્ય ને કાય જેણે પાય તુજ પ્રણમિયે. તુજ થશે જેહ ધન્ય ધન્ય જીહા,
ધન્ય જે હૃદય જેણે તુજ સમરતાં, ધન્ય તે રાત ને ધન્ય દિહાં. ઋષભ૦ ૭
ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિમાસો ? રયણ એક દેત શી હાણ રયણાયરે ? લોકની આપદા જેણે નાસો. ઋષભ૦ ૮
ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલિની, રવિ થકી અધિક તપ તેજ તાજો, નય વિજય વિબુધ સેવક હું આપરો,
‘જશ' કહે અબ મોહે બહુ નિવાજો. ૠષભ૦ ૯
For Private And Personal Use Only
સ્તવન