________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર, શેત્રુંજી નદી નાહ્યો નહિ, તેનો એળે ગયો અવતાર. ૪ શેત્રુંજી નદીમાં નાહિને, મુખ બાંધી મુખ કોશ, દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ. ૫ જગમાં તીરથ દો વડા, શેત્રુજ્ય ગિરનાર, એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર. ૬ સિદ્ધાચળ સિદ્ધિવર્યા, ગ્રહી યુનિલિંગ અનંત, આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત. ૭ શેત્રુજ્ય ગિરિ મંડણો, મરૂદેવાનો નંદ, જુગલા ધર્મ નિવારકો, નમો યુગાદિ નિણંદ. ૮
દુહા
સયલ જિસેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ, વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂરે આશ. ૧
[રાગ શંખેશ્વર પાર્શ્વજી] સમક્તિ ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા; વીસસ્થાનિક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ૧ જે હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસન રસી; શુચિ રસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતાં. ૨ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચવી પન્નર ક્ષેત્રે અવતરે મધ્યખંડે પણ રાજવી કુલે. ૩ પટરાણી કુખે ગુણનિલો, જેમ માનસરોવર હંસલો,
સુખ શય્યાએ રજનીશેષે, ઉતરતાં ચઉદ સુપન દેખે. ૪ Eશત્રુંજય સ્તવના
--
|
- ૪૫
For Private And Personal Use Only