________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશ ક્રોડ અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર; જૈન તીર્થ યાત્રા કરે, લામ તણો નહિ પાર. તેહ થકી સિદ્ધાચળે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હવે, મહાતીરથ અભિધાન.. સિદ્ધાચલ. ૧૦ પ્રાયે એ ગિરિ શાશ્વતો, રહેશે કાળ અનંત; શત્રુજ્ય મહાતમ સુણી, નમો શાશ્વતગિતિ સંત... સિદ્ધાચલ. ૧૧ ગૌ નારી બાળક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતા કાર્તિકી, ન રહે પાપ લગાર. જે પરદારા લંપટી, ચોરીના કરનાર; દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના જે વળી ચોરણહાર. ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણે ઠામ; તપ તપતાં પાતિક ગળે, તેણે દઢશક્તિ નામ.. સિદ્ધાચલ. ૧૨ ભવ ભવ પામી નીકળ્યા, થાવગ્યાસુત જેહ; સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિ તેહ... સિદ્ધાચલ. ૧૩ ચંદા સૂરજ બેઉ જણા, ઊભા ઈણે ગિરિ શંગ; વધાવિયો વર્ણન કરી, પુષ્પદંતગિરિ રંગ. સિદ્ધાચલ. ૧૪ કર્મ કઠણ ભવ-જળ તજી, ઈહાં પામ્યા શિવપધ; પ્રાણી પદ્મ નિરંજની, વંદો ગિરિ મહાપા... સિદ્ધાચલ. ૧૫ શિવવહુ વિવાહ ઉત્સવ, મંડપ રચીયો સાર; મુનિવર વર બેઠક તણી, પૃથ્વીપીઠ મનોહાર... સિદ્ધાચલ. ૧૬ શ્રી સુભદ્રગિરિ નમો, ભદ્ર તે મંગળ રૂપ; જળ તરુ રજ ગિરિવરતણી, શીશ ચઢાવે ભૂપ. સિદ્ધાચલ. ૧૭
૩ર
૨૧ ખમાસમણ દૂહા 3
For Private And Personal Use Only