________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તુંબી જળ સ્નાને કરી, જાગ્યો ચિત્ત વિવેક. ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મળધામ;
અચળ પદે વિમળા થયા, તેણે વિમળાચળ નામ સિદ્ધાચલ, ૪
..
પર્વતમાં સુરગિરિ વડો, જિન અભિષેક કરાય; સિદ્ધ હવા સ્નાતક પદે, સુરિગિર નામ ધરાય. અથવા ચૌદે ક્ષેત્રમાં, એ સમો તીરથ ન એક; તેણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક... સિદ્ધાચલ. ૫
એંશી યોજન પૃથુલ છે, ઉંચપણે છવ્વીશ;
મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ... સિદ્ધાચલ. ૬
ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક; જેહવો તેહવો સંયમી, વિમળાચળ પૂજનિક. વિપ્રલોક વિષધર સમ, દુઃખીયા ભૂતળ માન; દ્રવ્યલિંગ કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. શ્રેવક મેઘ સમા કહ્યા, કરતાં પુછ્યુનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તેણે પુણ્યરાશિ નામ... સિદ્ધાચલ. ૭
સંયમધર મુનિવર ઘણા; તપ તપતા એક ધ્યાન; કર્મવિયોગે પામીયા, કેવલ લક્ષ્મી નિધાન.
લાખ એકાણું શિવ વર્યા, નારદશું અણગાર.
નામ નમો તિશે આઠમું, શ્રીપદગિરિ નિરાધાર... સિદ્ધાચલ. ૮
શ્રી સીમંધરસ્વામીએ, એ ગિરિમહિમા વિલાસ; ઈંદ્રની આગે વર્ણવ્યો, તેણે એ ઈંદ્રપ્રકાશ... સિદ્ધાચલ. ૯
શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only
૩૧