________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નાકર પચ્ચીશી
મંદિર છો મુક્તિતણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇંદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ, સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું ઘણું જીવ તું, ભંડાર જ્ઞાન કળાતણા ૧ ત્રણ જગતના આધાર ને, અવતાર હે કરૂણા તણા, વળી વૈદ્ય કે દુર્વાર આ, સંસારના દુઃખો તણા. વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચારૂં, જાણો છતાં પણ કહી અને, આ હૃદય હું ખાલી કરૂં ૨
શું બાળકો માબાપ પાસે, બાળક્રીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે, તેમજ તમારી પાસે તારક, આજ ભોળા ભાવથી, જેવુ બન્યું તેવું કહુ, તેમાં કશું ખોટું નથી ૩
મેં દાન તો દીધું નહિં, ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિં, એ ચાર ભેદે ધર્મમાંથી, કાંઈપણ પ્રભુ નવ કર્યું, મ્હારૂં ભ્રમણ ભવસાગરે, નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું ૪
હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોપ સર્પ ડશ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને ? મન મારૂં માયા જાળમાં, મોહન ! મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે પ શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only