________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
તપ જપ ધ્યાન કરવા માટે ચતુર્માસ રહે છે અને કેટલાંએક નવાણુયાત્રા કરવા નિમિ લગભગ ત્રણ ચાર માસ ત્યાં રહે છે. હિંદુસ્થાનના સર્વ ભાગમાંથી હજારો યાત્રાળુઓ ત્યાં આવ્યાજ કરે છે. કાર્તિકી પૂનમ, ચૈત્રી પૂનમ વિગેરે મોટા ઉત્સવને દિવસે તે સંખ્યાબંધ યાત્રાળુઓ ત્યાં ભેગા થાય છે. એક વર્ષમાં એક વખત પણ એ પવિત્ર તીર્થનાં દર્શન થયાં ન હોય તે જેને પોતાને દુર્ભાગી માને છે. જેઓ યાત્રાએ આવે છે તે પિતાની શક્તિ મુજબ તે તીર્થમાં કાંઈ રકમ ભેટ આપે છેજ. યાત્રાળુઓ મોટા આમરથી અને મૂલ્યવાન વસ્તુઓથી ત્યાં અનેક પ્રકારે સેવા પૂજા અને સ્વધર્મી વાત્સલ્ય કરે છે. કેટલાએક પુણ્યશાળીઓ તે પિતાને ગામથી સંઘસમૂહ લઈ રસ્તે નાનાપ્રકારનાં ધર્મકૃત્ય કરતા અને તીર્થગુણ ગાતા ત્યાં આવે છે અને પિતાના દ્રવ્યને અમૂલ્ય લાભ લે છે. બીજા તીર્થસ્થાન કરતાં શત્રુંજય તીર્થ દ્રવ્ય ખર્ચવાથી અગણ્ય લાભ મળે છે એવું એ તીર્થનું માહાભ્ય છે. વિશેષ શું વિસ્તાર કરે, આ ગ્રંથ જ એ તીર્થના માહાભ્યને છે અને તે વાંચવાથી એ પવિત્ર તીર્થનું કેટલું માહાસ્ય છે તે સ્વતઃ સમજાય તેવું છે.
આ ગ્રંથ મહાત્માશ્રી ધનેશ્વરસૂરિએ વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાના સમયમાં ૨૦ ચેલો છે. મૂળ શત્રુંજયમાહાસ્ય તે શ્રીકાષભદેવજીના પ્રથમ ગણધર પુંડરીક સ્વામીએ સવા લક્ષ લેક પ્રમાણે રચેલું, તેને સંક્ષેપ કરી અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીના ગણધર સુધર્મ સ્વામીએ સંક્ષિસ બનાવેલું, અને તેના ઉપરથી શ્રીધનેશ્વરસૂરિએ દશ હજાર પ્રમાણુ સંસ્કૃત પાબંધ આ ગ્રંથ રચેલે છે. પ્રથમના બન્ને ગ્રંથ વર્તમાન સમયે અલભ્ય છે. ભગવાન મહાવીર સ્વામી એ તીર્થ ઉપર આવેલા, ત્યાં ઈંદ્ર તીર્થનું માહાસ્ય પૂછેલું અને ભગવતે તેની પાસે વર્ણન કરેલું–તે પ્રમાણે અને તે પદ્ધતિએ આ ગ્રંથની રચના કરવામાં આવેલી છે. તેની અંદર તીર્થનાં મુખ્ય નામ, જુદાં જુદાં નામે સ્થાપન થવાનાં કારણે અને તેની કથાઓ, શ્રીકૃષભદેવજીથી પાર્શ્વનાથસુધીના ત્રેવીશ પ્રભુમાંહેના કેટલાક પ્રભુના વિસ્તારથી અથવા સંક્ષેપે ચરિત્ર, શત્રુંજય તીર્થઉપર થયેલા ઉદ્ધારનું વર્ણન, ઉદ્ધાર કરનારનાં તથા તેના સંબંધમાં આવતા ઉત્તમ પુરૂષનાં ચરિત્ર, વિસ્તારથી તીર્થનું માહાભ્ય, અને એ શિવાય શુકરાજ, કંડુરાજા, મહીપાલ, શાંતનુરાજાના પુત્રો, ભીમસેન મુનિ-એ સવેની બોધદાયક અને તીર્થના માહામ્યને સૂચવનારી સુંદર કથાઓ આવેલી છે. અપૂર્વ ગ્રંથ, તેમાં પરમ ઉત્કૃષ્ટ તીર્થનું માહાભ્ય, તીર્થકર દેવે વિસ્તારેલ, અને તેની મહાધુરંધર આચાર્ય રચના કરેલી-એવા આ ગ્રંથને વાંચવાથી વાંચનાર મનુષ્યનું અંતઃકરણ નિર્મલ થઈ એ તીર્થપ્રત્યે પૂર્ણભક્તિ અને સદ્દભાવના જાગૃત થાય એમાં શું આશ્ચર્ય
આ ગ્રંથના બે ખંડ ને ચૌદ સર્ગ છે. પ્રથમ ખંડ નવ સર્ગ પૂરે થાય છે. તેમાં મુખ્ય શત્રુંજયનું માહામ્ય છે અને બીજા ખંડના પાંચ સર્ગમાંથી ચાર સર્ગમાં શ્રીરૈવતાચલનું માહામ્ય છે અને છેલ્લા સર્ગમાં શ્રી પાર્શ્વનાથજીનું ચરિત્ર અને ત્યારબાદ શ્રી વીર પરમાત્માએ કહેલું પાંચમા આરાસંબંધી ભવિષ્ય વૃત્તાંત છે. પ્રથમ ખંડમાં શ્રી ઋષભદેવછથી મુનિસુવ્રત સ્વામીના શાસનપર્યત શ્રી શત્રુંજયે થયેલા ૧૧ ઉદ્ધારનું વર્ણન છે
For Private and Personal Use Only