________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
ખંડ ૧ લો.]
ગુણસુંદરીનો સ્વયંવર મંડપ. શે નહીં. માટે હે રાજા! આ ગુરૂને આગળ કરી અનેક લોકોની સાથે શત્રુંજયાદિ તીર્થોની સમાધિપૂર્વક યાત્રા કર. યાત્રા કર્યા પછી સર્વ વિરતી અંગીકાર કરી આત્મસ્વરૂપના ચિંતવનમાં તત્પર રહી એ મુનિની સાથે ત્યાં ઉત્તમ તપસ્યા કરજે. હે રાજા! જેમ ટંકણખારથી સુવર્ણ અને જળથી લુણ ગળી જાય છે તેમ શત્રુજ્ય તીર્થના સ્મરણમાત્રથી કર્મરૂપી કાદવ ગળી જાય છે. જેમ સૂર્યથી અંધકાર અને પુત્ર
યથી દારિદ્ર નાશ પામે છે તેમ શત્રુંજ્યના સ્મરણથી દુષ્કર્મ નાશ પામે છે. જેમ વાથી પર્વત અને સિંહથી મૃગ ભેદાય છે તેમ શત્રુંજ્યના સ્મરણથી કર્મ ભેદાય છે. જેમ અગ્નિથી સર્વ વસ્તુ અને લેઢાથી સર્વ ધાતુ પ્રસાય છે તેમ શત્રુંજયના સ્મરણથી સર્વ અંધકાર (અજ્ઞાન) ગ્રસાય છે.”
આવી રીતે કેવળી મુનિને કહેલ ઉપદેશ હૃદયમાં ધારીને તે મુનિ અને રાજા પ્રસન્ન થઈ ભક્તિથી તેમને નમસ્કાર કરી, સંઘ કાઢી, અનેક લેકને સાથે લઈ શત્રુંજ્ય તીર્થની યાત્રા કરવા ગયા. ત્યાં નવા નવા ઉત્સથી સર્વ લેકને રાજી કરી, પ્રાંતે તીવ્ર તપ તપી, સુકૃત સંપાદન કરીને મુક્તિ સુખ પામ્યા.
એ પ્રમાણે મુનિરાજ મહીપાલને કહે છે. “હે મહીપાલ! તેવી રીતે આ શત્રુંજ્ય તીર્થને વિષે મોટાં હત્યાદિ પાપ પણ અતિ વેગથી વિલીન થઈ જાય છે. શ્રી આદિનાથને કહેલે ધર્મ ગુરૂ પાસેથી સાંભળી પિતાના આત્માને કૃતાર્થ માનતે રાજકુમાર વિદ્યાધર સહિત ત્યાંથી ઉભે થે અને વિદ્યાધરની સાથે શાશ્વત અહેતની વંદનાથી અને સાધુઓની સેવાથી કેટલેક કાલ ત્યાં સુખે રહ્યો. વિદ્યાધરે પણ તેની ઘણા પ્રકારે સેવા કરી. પછી વિદ્યાધરની રજા લઈ સાથે ખર્શ રાખી મહીપાલ કુમાર માર્ગમાં કૌતુક જેતે કલ્યાણકટક નગર તરફ ચા. આકાશગામિની વિદ્યાવડે આકાશમાં ચાલતે તે સ્વયંવર જેવાની ઈચ્છાથી તત્કાળ તે નગરે આવી પહોંચે. કૌતુકી કુમારે ત્યાં જુદી જુદી ભાષાઓને જાણનારા અને જુદા જુદા વેષને ધરનારા અનેક દેશથી આવેલા રાજાઓને જોયા. તેઓને બેસવા માટે કરેલી ઊંચી માંચાની શ્રેણીઓ જાણે તે રાજાઓના સંઘરવડે ઘામવાળી થઈ હોય અને તેથી ફરહરતી પતાકાઓ વડે વીંજાતી હોય એમ જણાતું હતું. આખા નગરમાં કેટી ગમે કાર્યો કરવાને માટે અનેક લેકે આકુલવ્યાકુલ થઇને ફરતા હતા અને દરેકની વાણીમાં ઉત્સુકતાના ઉચ્ચારે હેવાથી તેની મતલબ જાણવામાં આવતી. મહીપાલ કુમાર નગરમાં આમ તેમ ફરતા હતા તેવામાં સૈન્યથી વીંટાયેલે પિતાને જયેષ્ટ બંધુ દેવપાલ ત્યાં આ
For Private and Personal Use Only