________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જે. ગિરિએ રહીને જે અતિ દૂર જાય છે, તે ત્યાં પણ શત્રુંજયને નહિ પ્રાપ્ત કરનાર લેકેમાં પુણ્યથી સેવવા યોગ્ય થાય છે, અને તે કદિ પણ જિનેશ્વરને છોડીને બીજાને ભજતો નથી, એ નિઃશંક વાત છે. કેમકે સદ્દબુદ્ધિવાન માણસ ચિંતામણિને મેળવ્યા પછી શું કાંકરાને ગ્રહણ કરે રે પ્રાણ ! પાપથી શા માટે પીડા પામે છે ? ઘણે સંતાપ કેમ ધરે છે ? અને ઘણાં યમનિયમનાં દુઃખથી આત્માને શા માટે બહુ દુઃખ આપે છે ? રાગ દ્વેષરૂપ વૃક્ષમાં અગ્નિ છે અને સમતાને ભજનારે થઈ એ સિદ્ધાચલનો એક વખત આશ્રય કર, કે જેથી તું તારાં સર્વ નિબિડ કમને ખપાવી દઈશ. અમંદ બેધને જાગ્રત કરનાર પ્રાણી જયાં સુધી સિદ્ધાચલે જઈને શ્રી આદિનાથ પ્રભુનું ધ્યાન ધરતા નથી, ત્યાં સુધી જ પૃથ્વીમાં ફરતે પાપરૂપી સુભટ તેને વિકટ ભય આપે છે, અને ત્યાં સુધી જ સેંકડો શાખાથી દુર્ગમ એવો આ સંસાર તેનામાં અવિરતપણે પ્રસરે છે. રે કલિકાલ ! તું કોણમાત્ર છે ? અરે પાપ ! તમે હવે શી બીશાતમાં છે ? રે તૃષ્ણ ! તું વળી કોણ ? રે વિષયે ! તમે શા હિશાબમાં છો ? તમોએ આ જગતના ક્ષયને માટે ઉપાડો કર્યો છે, પરંતુ હવે જુઓ, તમારું મૂળમાંથી ઉમૂલન કરવાને માટે ઇંદ્રિયને નિરોધ કરીને ભેગીલેકે શત્રુંજયગિરિપર રહી ભગવાન્ શ્રી આદિનાથની સેવા કરે છે. એ ગિરિરાજનાં શિખરે, ગુફાઓ, તળા, વન, જળ, કુંડે, સરિતાઓ, પાજાણો, મૃત્તિકાઓ અને બીજું જે કાંઈ ત્યાં રહેલું છે, તે અચેતન છતાં પણ મહાનિબિડ પાપને ક્ષય કરે છે, તો જે પ્રાણું પિતાનાં મનને રેપ કરીને ત્યાં રહે તેની તો વાત જ શી કરવી ?
આ પ્રમાણે આ ગિરિરાજનું શુભ માહામ્ય-ચરિત્ર સહજ માત્ર ઉતાવળથી અમે કહ્યું છે, કદિ મુખમાં ઘણી જિહાએ હેય તો પણ તેનું સંપૂર્ણ માહામ્ય કહી શકાય એમ નથી. વધારે વચનને વિલાસ કરી પ્રયાસ કરવાની કાંઈ જરૂર નથી. ટુંકામાં એટલું જ કહેવાનું છે કે જો કોઈ પણ જ્ઞાતાપણું હોય અને જે પાપને ભય હોય તો, બીજી સર્વ કર્થેના છોડી દઈને એ આદિનાથ સહિત પુંડરીકગિરિનું ત્યાં જઈને સેવન કરે.
આવી રીતે વીર પ્રભુરૂપ મેઘ પ્રાણુ વર્ગ ઉપર પ્રબોધામૃતની વૃષ્ટિ કરી વિરામ પામ્યા, અને ભવ્યજનોના ચિત્તની અંદર વાવેલા નિર્મળ બીજમાંથી પુણ્યરૂપી વૃક્ષને ઉદય જેવાને જાણે ઉત્સુક હોય તેમ દેખાવા લાગ્યા. સર્વ પ્રાણીઓએ પ્રફુલ્લિત નેત્રોથી અને મન તથા દેહને સ્થિર રાખીને
For Private and Personal Use Only