________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. શવડે વર્જિત તેમજ સાત ક્ષેત્રમાં ઉપયોગી જે અર્થ (દ્રવ્ય) અનર્થને નાશ કરનારું છે. જાતિસ્વભાવના ગુણને ધારણ કરનાર, અન્ય ઇંદ્રિને ક્ષણમાં લેપનાર અને ધર્મ અર્થને અબાધક એ કામ દંપતીના પવિત્ર ભાવને બાંધનારે છે. કષાય દોષે વર્જિત, સમતાવાન, મનને જીતનાર અને શુક્લધ્યાનમય છે આ ત્માને આવિર્ભાવ, તે મેક્ષ કહે છે. ” આવો ચાર પુરૂષાર્થને નિર્ણય સાંભવીને ભારતીના અનુમતથી સુશીલા પિતાના નેત્રરૂપ શ્રમરના આધારરૂપ વરમાળા તરતજ તેના કંઠમાં પહેરાવશે. હર્ષના ઉત્કર્ષથી મનમાં પ્રીતિ ધરીને તેનાં માતાપિતા શુભદિવસે અન્ય અનુરાગી એવાં તે દંપતીને વિવાહ કરશે. કદાચિત્ ગ થયા છતાં પણ રાત્રિ અને ચંદ્ર તથા દેહ અને છાયાના ન્યૂનાધિકપણાથી તેની તેમને ઉપમા આપી શકાય નહીં. ધન ઉપાર્જનમાં અને શત્રુના નાશમાં ચતુર એવા તેમને ચારે ઉપાયની યોજના કરતાં ત્રણ ચાર અર્થ સિદ્ધ થશે. (ત્રણ પુરૂષાર્થની સિદ્ધિ તાત્કાલિક થશે, ચોથની અનુક્રમે થશે.)
અન્યદા અથકીડા કરવા માટે નીકળેલ જાવડ ગુરૂની વાણીથી સર્વાર્થને સાધનારી આશાવલ્લીમાં દેરાશે. કેટલાક કાળ ગયા પછી ભાવડ સ્વર્ગમાં જશે, એટલે જાવડ પિતાની નગરીનું ધર્મની જેમ પાલન કરશે. પછી દુષમકાળના માહાસ્યથી મુગલ લેકેનું લશ્કર પિતાના બલથી સમુદ્રના પૂરની જેમ તેની પૃથ્વીને ડુબાડીને લઈ લેશે. મુગલકે ગાયે, ધાન્ય, ધન, બાળ, સ્ત્રીઓ તથા ઉત્તમ મધ્યમ અને અધમ જાતના લેકને સૌરાષ્ટ્ર, કચ્છ અને લાટ વિગેરે દેશમાંથી લઈને પિતાના દેશમાં ચાલ્યા જશે. ત્યાં તે મુગલકે સર્વ વણેને પિતાતાના ઉચિત કાર્યમાં જોડી ઘણું દ્રવ્ય આપી પિતાના મંડળ (દેશ) માં જોડી દેશે ( રાખશે). તે સમયે ત્યાં પણ સર્વ વસ્તુના વ્યાપારમાં પ્રવીણ જાવડ શેઠ જેમ વિચારવાનું પુરૂષ પુણ્યને ઉપાર્જન કરે તેમ દ્રવ્યને ઉપાર્જન કરશે અને આદેશની જેમ ત્યાં પણ પોતાની જ્ઞાતિને એકત્ર વસાવી ધર્મવાનું રહીને અમારું ચૈત્ય કરાવશે. આર્ય અનાર્ય દેશમાં વિહાર કરતા મુનીશ્વર અનુક્રમે આનંદસહિત ત્યાં આવશે, એટલે જાવડ તેમને વંદના કરશે. ધર્મવ્યાખ્યાનને સમયે સિદ્ધગિરિના મહિમાના ઉદયને પ્રસંગે “પાંચમા આરામાં જાવડ નામે એક તીર્થોદ્ધાર કરનાર થશે એવું તે મુનિના મુખથી જાવડને સાંભળવામાં આવશે, એટલે જાવડ આનંદથી પ્રણામ કરી મુનિઓને પૂછશે કે, “હે ગુરૂ ! જે તીર્થોદ્ધાર કરનાર જાવડ
૧ રાત્રિ અને ચંદ્ર તથા દેહ અને છાયાનું પણ તેની પાસે ન્યુનપણું હતું. તેઓને સ્નેહ અધિક હતો.
For Private and Personal Use Only