________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨ શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો. કિરણવાળા સૂર્યની જેવો તે કિશોર ત્રણ વર્ષને થતાં લેકોના કહેવાથી રાજાની પૃહાનું પાત્ર થશે. પછી તપનનામે રાજા ઉત્સુક થઈ પિતેજ ભાવડને ઘેર આવી ત્રણ લાખ દ્રવ્ય આપીને તે અથ લઈ જશે. ભાવડ તે દ્રવ્યથી ઘણી ઘોડીઓને સંગ્રહ કરશે, જે ઘડીઓ તેવા તેવા અશ્વરોને પ્રસવનારી થવાથી દારિદ્રયનાશક રનની ખાણ જેવી થઈ પડશે. સૂર્ય સાત ઘોડાથી એક ભુવનમાં ઉઘાત કરે છે અને આ ઘડીને એક પુત્ર ત્રણ લોકમાં ઉધત કરશે. એવી રીતે તેનાથી અનુક્રમે પરાક્રમથી દિશાઓના ચક્રને આક્રમણ કરનારા એવા બહુ પરાક્રમી ત્રણગણું અશ્વો ઉત્પન્ન થશે.
તે સમયમાં સર્વના અધિપતિ વિક્રમરાજાને જાણું ભાવડ તે એકવણી ઘોડા લઈને તેને ભેટ કરશે. તેની અપૂર્વ ભેટથી વિક્રમ રાજા સંતોષ પામીને તેને સૌરાષ્ટ્ર દેશમાં બીજા બાર નગરસાથે મધુમતી (મહુવા) નગરી આપશે. પછી અનેક પ્રકારનાં વાજિત્રોના ગાન સહિત છત્ર ચામરનાં ચિન્હોથી શોભત, ચારણ ભાથી ઊંચે સ્વરે રતવાતે અને ગાયકજનોથી ગવાતા ભાવડ શ્રેષ્ઠી લોકોનાં વંદથી અને અશ્વોના સમૂહથી પરવલે ઊંચા તોરણવાળી પિતાની મધુપુરીમાં પ્રવેશ કરશે. તે જ સમયે પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રસવે તેમ તેની સ્ત્રી શુભલક્ષણ અને વ્યંજન સહિત એક પુત્રને જન્મ આપશે. તે વખતે પુત્રના મુખચંદ્રથી સંપત્તિરૂપ વેલામાં વૃદ્ધિ પામેલે ભાવડનો આનંદસાગર એવો ઉછળશે કે જેને કોઈ પણ વારી શકશે નહિ. પુત્રજન્મની વધામણિ સાંભળીને ભાવડ પ્રાતઃકાલે વેગથી નગરમાં પ્રવેશ કરી દીનજનોને પુષ્કળ દાન આપી દયાવડે સંતુષ્ટ કરી દેશે. તે વખતે સર્વ દિશાઓ પ્રસન્ન થશે, વાયુ સુખકારી વાશે, અને ચરાચર જેનાં મન શાંતિ પામશે. પછી ભાવડ પૂર્ણ ભાગ્યથી પ્રકાશમાન શરીરવાળા તે પુત્રનું પોતાના ગોત્રને મળતું જાવડ એવું નામ પાડશે. ધાત્રી માતાઓએ લાલિત કરેલ અને તેમના રતનપાનથી પિષિત થયેલ જાવડ કલ્પવૃક્ષની જેમ માતાપિતાના મનોરથને પૂર્ણ કરશે.
અન્યદા નિમિત્તિઓએ બતાવેલા શુદ્ધ પૃથ્વીભાગની ઉપર પોતાના વૈભવના ઉદયથી ભાવડ તે પુત્રના નામથી એક નગરી વસાવશે. પુણ્યથી ઇષ્ટ ફલ થાય છે, અને પુણ્યને આપનારા જિનેશ્વરો છે, તેમાં પણ શ્રીવીરપ્રભુ નજીકના પુણ્યને આપનારા છે; આપ્રમાણે વિચારીને તે નગરીમાં ભાવડ એક અમારો પ્રાસાદ કરાવશે અને ધર્મધ્યાન કરવાની બુદ્ધિથી તેની પાસે એક પૌષધાગાર રચાવશે. 'રીંખનને મૂકીને પગે ચાલવાને સમર્થ થયેલે જાવડ પાંચ વર્ષને થઇને
૧ ભાંખડીએ ચાલવું.
For Private and Personal Use Only