________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડર જો.
ચંદ્રપ્રભાસમાં, શ્રી શૈલમાં અને ગિરનારમાં પણ અદ્વૈત પ્રભુને નમી સ્તવના કરીને તેણે પાંચે પ્રકારનાં દાન આપ્યાં. સાત ક્ષેત્રોમાં દ્રવ્યરૂપ ખીજને નાખીને મેાક્ષરૂપ ફળની પ્રાપ્તિને માટે નિત્ય પુણ્યરૂપ જળથી તે તેનું સિંચન કરવા લાગ્યા. અનુક્રમે હસ્તિસેન રાજા ચતુર્વિધ ધર્મનું ધ્યાન ધરતા પાછે વળીને પ્રભુને નમી કાશીનગરીમાં આન્યા, ત્યાં તેણે અનેક ચૈત્યા બંધાવ્યા. એ ધર્માં હસ્તિસેનને ચિત્તમાં જિનેશ્વર, નેત્રમાં ગુરૂ, વાણીમાં તત્ત્વ, શ્રવણમાં જ્ઞાન, હાથમાં દાન અને મસ્તકપર પ્રભુની આજ્ઞા સદા રહેલાં હતાં.
પૃથ્વીપર વિહાર કરતાં વીશ હજાર ને નવસા લબ્ધિવાળા સાધુઓ, ત્રીશ હજાર ને આઠ સાધ્વીએ, એક લાખ ને ચાસઠ હજાર શ્રાવકા અને ત્રણ લાખ ને સત્યેાતેર હજાર શ્રાવિકાઓ-એટલે પરિવાર પ્રભુના વહરતથી ધર્મ પામેલા થયેા. અનુક્રમે સ। વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાન પાર્શ્વનાથ સંમેતશિખરે પધાર્યા. ત્યાં એક માસના અનશનથી નિઃશેષ કર્મના ક્ષય કરી તેત્રીશ મુનિએની સાથે આષાઢમાસની શુક્લ અષ્ટમીએ અનુરાધા નક્ષત્રમાં દેવતાઓએ જેમની અંત્યક્રિયા કરી છે એવા પાર્શ્વનાથ પ્રભુ મેક્ષે ગયા. હસ્તિસેન રાજા પણ પેાતાના પુત્ર મહારથને માથે રાજ્યભાર મૂકી દીક્ષા લઈ શત્રુંજય ગિરિઉપર સમતાના આશ્રયથી શાંતપણે સિદ્ધિના ધામને પ્રાપ્ત થયા. મહાવીર પ્રભુ ઇંદ્રને કહે છે, હું ઇંદ્ર ! મારી અગાઉ સિદ્ધિપદને પામેલા મુનિએ અને તીર્થોદ્ધાર કરનારા સંઘપતિએ અવસર્પિણી કાળમાં જે થઇ ગયા છે તેમાના મુખ્ય મુખ્ય મેં તમને કહી બતાવ્યા, હવે મારા પછીના કાળમાં પ્રાણીએ એકાંત દુઃખી થવાના છે, તેનું વર્ણન પણ મારી પાસેથી ભાવપૂર્વક સાંભળે. આ શત્રુંજય ગિરિરાજનું ચરિત્ર શ્રોતા અને વક્તાને ત્રણ પ્રકારની શુદ્ધિવડે બુદ્ધિનું વધારનારૂં, રવિની જેમ અજ્ઞાનરૂપ અંધકારને ભેદનારૂં, નિર્મલ, રાગ દારિદ્રય વિષ અને અપમૃત્યુને શમાવનારૂં, અમૃતની જેવું સ્વાદિષ્ટ અને સર્વ કર્મને હણનારૂં છે. તે સાંભળવાથી પ્રાણીઓને આનંદકારી ઉચ્ચપદ (મેક્ષ ) ને આપે છે.
इति श्रीपार्श्वनाथ चरित्र.
શ્રી મહાવીર પ્રભુ ઇંદ્રને કહે છે કે એક વખતે વૈભારગિરિપર અમને વાંઢવાને આવેલા શ્રેણિક રાજા અમારા વચનથી આ તીર્થની યાત્રા કરીને આ તીર્થં અને પેાતાના નગરમાં ચૈત્યા કરશે.
હે ઇંદ્ર ! અમારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ ગયા પછી ધર્મના નાશ કરનારા પાંચમા આરાને પ્રવેશ થશે. ત્યારપછી ચારસા છાસઠ વર્ષ
For Private and Personal Use Only