________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૭
સર્ગ ૧૩ . ]
દ્વારકાનગરીને વિનાશ. અહીં દ્વારકામાં કૃષ્ણની આજ્ઞાથી સર્વ જને વિશેષપણે ધર્મવાનું થયા, અને પેલે કપાયનદેવ પણ પિતાને અવકાશ જેવા લાગે. એ પ્રમાણે બાર વર્ષ વીતી ગયાં, એટલે સર્વ કે તપ કરવામાં કંટાળી ગયા, મઘ માંસ ખાવા લાગ્યા અને સ્વેચ્છાવિહારી થઈ ગયા. એટલે લાગ જોઈને એ સમયે પેલે છળવાન અસુર નગરીમાં અનેક પ્રકારના ઉત્પાત કરવા લાગે અને વળીઆવડે તૃણ અને કાણોને તેમજ મનુષ્યને ઉછાળી ઉછાળીને નગરીમાં નાંખ્યા. પછી સાઠ કુળ કેટી બહાર રહેનારા અને બૌતેર કુળ કટી નગરીમાં રહેનારા–સર્વે યાદોને નગરીમાં એકઠા કરીને તે અસુરે દ્વારકાપુરીમાં અગ્નિ સળગાવ્યું. તે સમયે સર્વે દહન થવાથી પરસ્પર અફળાવા લાગ્યા, અને નગરી બહાર જવાને અશક્ત થવાથી તેઓએ ધન અને ઘરની સાથે પ્રાણને પણ છોડી દીધા. વસુદેવ, દેવકી અને રોહિણી સમાધિવડે અનશન કરી અગ્નિના ઉપઘાતથી મરણ પામીને દેવપણાને પ્રાપ્ત થયાં. દેવતાના કહેવાથી રામકૃષ્ણ નગરીની બહાર નીકળી જી
ઘાનમાં આવી ઉભા રહીને પિતાની નગરીને દહન થતી જોવા લાગ્યા. જ્યારે અગ્નિની જવાલામાલાથી આકુલ પિતાની નગરીને જોઈ પણ શક્યા નહીં, ત્યારે તેઓ ત્યાંથી પાંડવોની પાંડુમથુરા તરફ ચાલી નીકળ્યા. લોકસહિત દ્વારકાનગરી છ માસ સુધી અગ્નિથી દહન થયા કરી. પછી સમુદ્ર જળના પૂરથી ડુબાવી દીધી.
પાંડુમથુરા તરફ જતાં માર્ગમાં હસ્તિક૫ નામના નગરમાં બલભદ્ર - જન લેવા માટે ગયા, ત્યાં ત્યાંના રાજા અચ્છદંતે તેમને સૈન્યથી ઘેરી લીધા. તે વખતે બલભદ્ર સિંહનાદ કર્યો, તે ઉપરથી બલભદ્રને કષ્ટમાં જાણી કૃષ્ણ ત્યાં આવ્યા, અને સૈન્યસહિત અચ્છદંત રાજાને જિતી લઈને બલભદ્રને છોડાવ્યા. પછી તે નગરીની બહાર જઈને તેઓએ ભેજન કર્યું. ત્યાંથી આગળ ચાલતાં કૃષ્ણ તૃષાતુર થયા. તેથી જળ લેવાને માટે બલભદ્રને મોકલ્યા અને પોતે એક વૃક્ષની નીચે વસ્ત્ર ઓઢીને સુઈ ગયા. તે વખતે કૃષ્ણને બંધુ જરાકુમાર કે જે મૃગયા કરીને નિર્વાહ કરતો હતો, તેણે કૃષ્ણના પગમાં મૃગબુદ્ધિથી બાણ માર્યું. બાણ પગમાં વાગતાં જ ઉઠીને કૃષ્ણ બોલ્યા કે, “હું કૃષ્ણ છું, મને છળથી કેણે બાણ માર્યું? માટે જેણે બાણ માર્યું હોય તે પિતાનું નામ અને ગોત્ર સત્વર જણાવી ઘે.” તે સાંભળીને વૃક્ષના અંતરમાં રહેલા જરાકુમારે કહ્યું કે, હું જરાદેવીને કુમાર જરકુમાર છું, અને કૃષ્ણની રક્ષાને માટે હું વનમાં રહ્યો છું.” અહીં હું બાર વર્ષ થયા
૧ એ ધૃતરાષ્ટ્રને પુત્ર હતો. જુઓ પાંડવચરિત્ર. ૨ શીકાર, પારધીપણું.
For Private and Personal Use Only