________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
""
સર્ગ ૧૩ મો ]
પ્રભુએ જણાવેલા મેાક્ષસ્થાનસંબંધી પવિત્ર વિચાર.
૪૬૭
""
""
“ વિચાર આપ્રમાણે જણાવ્યો. પીતાળીશ લાખ યોજન વિસ્તારવાળી ( લાંબી “ પહાળી) અને ઉત્તાન કરેલા છત્રના જેવી આકૃતિવાળી ઉજ્જવળ વર્ણની સિદ્ધિ“ શિલા છે, તેની ઉપર એક યેાજનના ચાવીશમા ભાગમાંનિરંજન અને અનંતાનંદ ચૈતન્યરૂપ સિદ્ઘ રહેલા છે. તેએ અવિકૃત અને અન્યયરૂપ છે. તેઓ અનંત, અચળ, શાંત, શિવ, અસંખ્ય, મહત, અક્ષય, અરૂપ અને અવ્યક્ત છે. તેમનું સ્વરૂપ માત્ર જિનેશ્વર કે "કેવળીભગવંત જાણે છે. ચેગથી પવિત્ર પુરુષ “ કર્મના નાશ થવાથી પેતેજ જાણી શકે તેવું અને વચનવડે અવાચ્ય એવું મુક્તિસુખ પામે છે. આપ્રમાણે પ્રભુની વાણી સાંભળી પાંચમા દેવલાકના સ્વામી “ ઇંદ્ર પેાતાના સ્વર્ગસુખમાં મંદ થઈ ગયા; અને પ્રભુને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરવા “ લાગ્યા કે—હે સ્વામી! મને આ સંસારની ભ્રાંતિ અસ્ત પામશે અને મુક્તિસુખને “ સંગમ થશે કે નાડું” પ્રભુ બેલ્યા-ઢે બ્રહ્મદ્ર!આવતી અવસર્પિણીમાં ખાવીશમા “ તીર્થંકર અરિષ્ટનેમિ થશે, તેમનું ગણધરપદ મેળવી, ભવિ પ્રાણીઓને બાધ કરી, રૈવતાચલના આભૂષણ થઈને તમે ચેાગયુક્તિએ મુક્તિપદને પામશે; આ નિઃસં“ શય વાત છે.’' આપ્રમાણે સાંભળી બ્રહ્મદ્ર હર્ષથી પ્રફુલ્લિત નેત્રે પ્રભુને નમી પે
66
"L
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાના દેવલાકમાં ગયા અને મારૅવિષે ઘણા અનુરાગ ધરવા લાગ્યા. મારા પેાતાની “ ઉપર ભાવી ઉપકાર જાણી મારૂં ધ્યાન ધરવાને માટે શ્રેષ્ટ રહોથી નેત્રને અમૃતના “ અંજન જેવી તેણે મારી મૂર્ત્તિ બનાવી. પછી નિત્ય તેની આગળ સંગીત કરી “ શાશ્વતપ્રતિમાની જેમ ત્રિકાળ તેની પૂજા કરવા લાગ્યા. એવી રીતે મારી ભક્તિમાં
66
પેાતાનું આયુષ્ય પૂર્ણ કરી શુભધ્યાનમાંજ એક મન રાખી ઉત્તરોત્તર ઉત્તમ ભવ “ મેળવીને આ વરદત્ત થયેલ છે. તેણે મારી મૂર્ત્તિ બનાવી અને તેની પૂજા કરી, “ તેના ફૂલથી તે ગણધરપદ મેળવી મુક્તિને પામશે.”
તે સમયે તે વખતના બ્રહ્મદ્રે ઉઠીને પ્રભુને નમસ્કાર કરીને કહ્યું, હે વિભુ ! તમારી તે મૂર્તિને હું પણ પૂજું છું, અને મારા પૂર્વજ ઇંદ્રોએ પણ તેને ભક્તિથી સ્તુતિપૂર્વક પૂજેલી છે. અત્યારે આપના કહેવાથીજ તે પ્રતિમા કૃત્રિમ છે એવું મારા જાણવામાં આવ્યું, નહિ તે। હું તેને શાશ્વતજ માનતા હતા.' પ્રભુ બાલ્યા−હૈ ઇંદ્ર! તે મૂર્ત્તિ અહિં લાવેા, કેમકે કલ્પમાંરહેવાથી ભૂમિની જેમ નિરંતર પૂજનિક અને હિતકારક રહેતી નથી.પ્રભુની આજ્ઞાથી ઇંદ્ર તે મૂર્ત્તિ શીઘ્ર લઈ આવ્યા, એટલે કૃષ્ણે હર્ષથી પૂજા કરવાને માટે પ્રભુની પાસેથી તે મૂત્તિ પ્રાપ્ત કરી. પછી સુર અસુર અને નરના
૧ ઊંધા કરેલા. ૨ એક યેાજનના ૮૦૦૦ ધનુષ્ય, તેના ૨૪ ભાગ કરતાં ૩૩૩ ધનુષ્ય ને ૭૨ આંગળ થાય. એટલી સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના હાયછે.
For Private and Personal Use Only