________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૪
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
66
ડેલી જોઈ, તેથી તે ધણા ખેદ પામ્યા. પછી કહેવા લાગ્યા કે અહા ! હૈ માલા! કાપને વશ થઈને આ તેં અકાળે શું કર્યું ? કઢિ જડ જેવા હું આ કામ કરૂં, પણ તેં વિદુષી થઇને આ શું કર્યું ! હે માનિનિ ! તારાવિના નિષ્ફળ એવું આ કલંકી જીવિત હવે શા કામનું છે ? હું નિર્ભાગી અને હતાશ' ઘેર જઇને સ્વજનને મુખ શી રીતે બતાવું ? સ્ત્રી અને પુત્રનાં મૃત્યુથી દુઃખી થયેલા મને હવે મૃત્યુજ સુખકારી છે. કેમકે જ્યારે સર્વના નાશ થવા બેઠા, ત્યારે હવે સર્વે નાશ પામે.” દુઃખથી આતુર થયેલા તેણે આપ્રમાણે વિચારીને તે અંબિકાનેજ સંભારતાં તેજ કુવામાં ઝંપાપાત કર્યો, જેથી તત્કાળ મૃત્યુ પામીને તે અવધિજ્ઞાનને ધરનારા અને અંબિકાનું સિંહરૂપે વાહન થનારા દેવ થયા. સિંહવાહની અંબિકા બે પુત્રથી પૂર્ણહર્ષવડે ઉજ્જવલ જણાતાં હતાં, તત્કાળ ઉત્પન્ન થયેલા આમ્રવૃક્ષપર મધુરશબ્દ કરતી કેાકિલની શ્રેણીને જોવામાં પ્રીતિવાળાં હતાં, ઉદય પામતા સૂર્યનાં કિરણેાના જેવીકાંતિથી બીજા દેવતાની પ્રભાને હરી લેતાં હતાં, મુખ ચંદ્રનાં કિરણેા ઢાય તેવાં શ્વેત વસ્ત્રાથી વિભૂષિત અંગના પ્રત્યેક અવયવ શેાભતા હતા, મુખનાં કિરણારૂપ અમૃતસાગરની વચમાં મુખ, બે નેત્ર અને દ્વૈતરૂપી રતો ખીલી રહ્યા હતા, બ્રૂકુટિરૂપ મૂળમાંથી પ્રગટેલી વંશપત્ર જેવી નાસિકાસાથે અધરાણ શે।ભી રહેલા હતા, અને શંખનીજેવા તેના કંઠ હતા. સર્વ અવયામાં નિર્દોષ, સર્વ આભૂણાથી શોભિત, દૈવીએએ ઉપાસિત અને નવીન અવતારથી અધિક પ્રભાવિક તેમજ બે દક્ષિણ હાથમાં પાશ અને આમ્રફળની લંબ અને બે વામ ભુજામાં પુત્રો તથા અંકશને ધારણ કરનારાં, કનકવ↑ પ્રભાવાળાં તેમજ વરદાન આપવામાં પ્રવીણ વાણીવાળા એ દેવીને જોઈ ભક્તિથી તેમની મૂર્તિમાં ઉલ્લાસ પામતા, ઉદાર પ્રીતિ ધારણ કરતા અને બે હાથે છડી પકડી ઊભેલા તેમના પ્રતિહારી હર્ષથી તેમને પ્રણામ કરી પરિચિત વચને આપ્રમાણે પૂછવા લાગ્યા—હૈ દેવિ! હે સ્વામિનિ ! તમે પૂર્વભવમાં તપ દ્યાન અને તીર્થના આશ્રય-શું શું કર્યો છે, કે જેથી તમે વ્યંતર દેવીઓને સેવવા યોગ્ય થયાં છે? ' પ્રતિહારીની આપ્રમાણે વાણી સાંભળી સાવધાન થઇ પૂર્વભવનું અવલાકન કરીને તેણે તેને સર્વ વૃત્તાંત જણાવ્યા, અને પછી મૌન ધરીને ચેગસહિત તેમણે શ્રીજિનચરનુ સ્મરણ કર્યું. પછી દેવાએ વિક્ર્વેલા વિમાનમાં બેસી, સંગીત સાંભળવામાં પેાતાના કાન લગાડી, દિશાઓને પ્રકાશિત કરતાં તત્કાળ અંબિકા દેવી શ્રીરૈવતાચળે આવ્યાં.
૧ જેની આશાએ હણાઈ ગઈ છે એવા
For Private and Personal Use Only