________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યા. ત્યાં શિશિકાઈ તેમની ગતિ પછી કિ
માગી
, અને
સર્ગ ૧૩ મો. ] નેમિનાથ પ્રભુની દીક્ષા અને કેવળ જ્ઞાનપ્રાપ્તિ.
૪૫૭ પ્રભુએ જંગમ કલ્પવૃક્ષની જેમ એક વર્ષ સુધી વાચકોને દાન આપ્યું. પછી અવધિજ્ઞાને દીક્ષા અવસર જાણી ઈંદ્રોએ હર્ષથી ત્યાં આવી જન્માભિષેકની જેમ પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી સુરાસુએ કલ્પેલી ઉત્તરકુર નામની શિબિકામાં પ્રભુ આરૂઢ થયા. સર્વ આયુધને ધરતા, ઇંદ્રોએ ચામરોથી વીંજાતા, પાછળ ચાલનારા કૃષ્ણ પ્રમુખ રાજાઓથી પ્રીતિવડે પૂજાતા, લેકના સમૂહે જેવાતા, સુર અસુરોએ સ્તુતિ કરાતા, સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલેકની સ્ત્રીઓનાં મુખથી જેના ગુણ ગાવાઈ રહ્યા છે એવા, ત્રણ જગતને વિસ્મય પમાડનારા અને સર્વ આભૂષણોથી ભૂષિત થયેલા નેમિનાથ પ્રભુ રૈવતગિરિના સહસ્ત્રાષ્ટ્ર નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં શિબિકામાંથી ઉતરીને પ્રભુએ આભૂષણાદિક તજી દીધાં, એટલે કૃષ્ણ ભક્તિભાવથી નમ્ર થઈ તેમની પ્રીતિને માટે તે લઈ લીધાં. જન્મદિવસથી ત્રણશે વર્ષ ગયા પછી શ્રાવણ માસની શુક્લ ષષ્ટીએ દિવસના પ્રથમ પહેરે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં, છઠ્ઠ તપ કરી, પંચ મુષ્ટિ લેચ આચરી પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા. લેચ કરેલા પ્રભુના કેશ ઇંદ્ર ક્ષીરસાગરમાં ક્ષેપવ્યા, અને પ્રભુની ભુજા ઉપર એક દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. પછી ઇંદ્ર કોલાહલ શાંત કર્યો એટલે પ્રભુએ સામાયિક ઉચ્ચર્યું. તત્કાળ મન:પર્યય નામે ચોથું જ્ઞાન પ્રભુને પ્રાપ્ત થયું. તેમની પછવાડે બીજા એક હજાર રાજાઓએ વ્રત લીધું. પછી ઇંદ્ર અને કૃષ્ણ પ્રમુખ રાજાઓ પ્રભુને નમન કરી પોતપોતાના સ્થાનકે ગયા. બીજે દિવસે નજીકના ગોષ્ટની અંદર વરદત્ત બ્રાહ્મણને ઘેર પ્રભુએ પરમાત્રથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ પાંચ દિવ્ય પ્રગટ કર્યો. પ્રભુએ કર્મને ક્ષય કરવા માટે ત્યાંથી બીજે વિહાર કર્યો. વ્રત લીધા પછી ચેપન દિવસ ગયા ત્યારે પ્રભુ સહસ્ત્રાગ્ર વનમાં પાછા આવી વેતસાશ્રયને પ્રાપ્ત થયા. ધ્યાનમાં રહેલા પ્રભુને આધિનમાસની અમાવાસ્યાએ ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં ઘાસિકમને ક્ષય થઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ ઈંદ્રો આસન ચલિત થવાથી હર્ષવડે ત્યાં આવ્યા. તેઓએ સમવસરણ રચ્યું, જેને પ્રભુએ નિવાસ કરીને દીપાવ્યું. ઉદ્યાન પતિએ દ્વારકામાં આવી કૃષ્ણને પ્રણામ કરી જણાવ્યું કે શ્રી નેમિનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું છે. તેને ઉચિતદાન આપી દશે દિશાહ, માતા, બંધુ, અંગના અને પુત્રોની સાથે કૃષ્ણ ઉત્સવ સહિત ગિરનાર ઉપર આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા કરી, નમી અને સ્તુતિ કરી ઈંદ્રની પછવાડે ગ્ય આસને બેઠા. બીજા પણ દેવો ભક્તિથી પિતપતાના ભુવનમાંથી ત્યાં આવી એક બીજાની સમૃદ્ધિના મેગથી સ્પર્ધા કરતા પિતપિતાના સ્થાને બેઠા.
૫૮
For Private and Personal Use Only