________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. રાજા ! મારું વચન માને, ગોત્રની કદર્થના કરે નહિ. હિડંબ, કીચક, બક, ક્રૂર અને કિર પ્રમુખ દાનવોને જેણે ક્ષણવારમાં મારી નાખ્યા, તેવા પવનપુત્ર ભીમસેનની આગળ હે સુધન ! તું છતા તે તો શક્ય જ છે. વળી હે રાજા ! જુઓ. પૂર્વે અને તમે અપકારમાં તત્પર હતા છતાં તમારી પ્રયતવડે રક્ષા કરી હતી, તેથી પણ તેઓ સદા તમારે પૂજાય છે. ધર્મને જ એક સારભૂત માનનાર ધર્મકુમાર તે તમારી ઉપર વાત્સલ્ય રાખે છે, તેઓ ઉઘત થતા અગ્નિને જળ શાંત કરે તેમ પિતાના અનુજ બંધુઓને સદા શાંત રાખે છે. વળી તેઓએ હમણાં શત્રુરૂપ ગજેંદ્રમાં સિંહ જેવા કૃષ્ણને આશ્રય કરેલો છે, તેથી વાયુના આશ્રયથી અગ્નિની જેમ તમને સુકા કાણની પેઠે તે સત્વર બાળી નાખશે.” આવાં દૂતનાં વચન સાંભળીને ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણ, પાંડુ અને વિદુર પ્રમુખ રાજાઓએ પણ વિજય દૂતનાં વચનના પડઘાની જેમ તેવાજ વચનો દુર્યોધનને કહ્યાં. પરંતુ તેઓનાં વાક્યથી તપેલા તેલમાં જળની જેમ દુર્યોધનનાં હૃદયમાં ઉલટ ક્રોધાગ્નિ અધિક પ્રજવલિત થશે. તેથી તેણે તે દૂતને તિરરકાર કરીને કાઢી મૂક્યું. એટલે તે ક્રોધ પામેલ દૂત “હવે ધૃતરાષ્ટ્રના પુત્ર જરૂર નાશ પામ્યા.” એમ બેલતો બોલતો ત્યાંથી નીકળે. દૂતે શીધ્રપણે દ્વારકામાં આવી તે વૃત્તાંત કૃષ્ણને કહ્યો. તે સાંભળીને ઈષ્ટપ્રાપ્તિથી હર્ષ પામેલા ભીમસેન પ્રમુખ ઘણી રીતે નાચવા લાગ્યા. પછી સમુદ્રવિજય રાજાની આજ્ઞાથી રણરંગના આંગણામાં પ્રૌઢ તાંડવ કરનારા પાંડેએ સૈન્યને સમાજ એકઠા કરવા માંડ્યો. યાદ, મત્યદેશનો રાજા વિરાટ, ધૃષ્ટદ્યુમ્ર, સત્યકિ, દ્રુપદ અને સૌભદ્રય વિગેરે રાજાઓ પાંડવના સૈન્યમાં આવ્યા. અર્જુનને પુત્ર અભિમન્યુ, ભીમને પુત્ર ધટેન્કચ અને ક્ષત્રિયવટથી ઉજજવળ એવા અનેક ક્ષત્રીપુત્રો પણ આવી મળ્યા, ઇંદ્રચૂડ, મણિચૂડ, ચંદ્રાપીડ, વિયદ્ગતિ અને ચિત્રાંગદ વિગેરે ખેચર રાજાઓ અર્જુનના સ્નેહથી સૈન્યમાં આવ્યા. એકઠા મબેલા રાજાઓની સભામાં પરસ્પર મત્સરને લીધે અને કર્ણને અને કર્ણ અર્જુન નને પરરપર વધ કરવાની ઇચ્છા ધરાવવા લાગ્યા.
અહીં ક નેત્રસંશાએ પ્રેરેલા દુર્યોધને રણની ઇચ્છાથી પિતાના પક્ષના રાજાઓને દૂત મોકલી મોકલીને લાવ્યા. તેથી ભૂરિશ્રવા, ભગદત્ત, શલ્ય, શકુનિ, અંગરાજ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણગુરૂ, સોમદત્ત, વાલીક, શુતિ, સૌબલ, કૃતવર્મા, વૃષસેન, હલાયુધ અને ઉલૂક વિગેરે રાજાઓ કૌરવનાં સૈન્યમાં એકઠા થયા. ગોત્રની કદર્થના થશે એવું જાણું વિદુર વૈરાગ્યવડે દીક્ષા લઈને વનમાં ગયા. કુંતીએ પિતાના પક્ષમાં લેવા કર્ણને જણાવ્યું કે તું મારે પુત્ર છે, ત્યારે તેણે કહે
For Private and Personal Use Only