________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
મહાભ્ય.
[ ખંડ ૨ જો રવસેના પાસે આવી પહોંચ્યું. ભીષ્મ, કૃપાચાર્ય, કર્ણ અને દુર્યોધન વિગેરેથી ગતિ એવું સૈન્ય જોઈ કમ્પાયમાન થતા ઉત્તરકુમારે અર્જુનને કહ્યું “રે બૃહન્નડ! ! સૂર્યનાં તેજ વડે ચળકતાં શસ્ત્રોને ધારણ કરનારું અને સર્વ ઠેકાણે પ્રસરી ગયેલું આ સૈન્ય હું જોઈ શકતો નથી.' અર્જુને હાસ્ય કરીને કહ્યું “હે કુમાર! તમે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયા છે, પ્રથમ પરાક્રમની વાત કરી છે તે હવે પાછા જઈને સ્ત્રીવર્ગની આગળ શું કહેશે ! રણ કરવામાં નેહ ધરતા ક્ષત્રિયેનું જીવિત શગુઓને નિગ્રહ થાય તે રાજયના લાભને માટે થાય છે અને મરણ થાય તે કીત્તિના લાભને માટે થાય છે.” ભયાતુર થયેલ ઉત્તર કુમાર બેલ્યો “મૃત્યુ પામ્યા પછી કદળીના જેવું નિસાર કીર્તિફળ મારે જોઈતું નથી.' એમ કહી વિરાટ પતિને કુમાર રથ ઉપરથી પડતું મૂકીને ભાગવા લાગ્યો. તેની પછવાડે અર્જુને પણ રથ ઉપરથી ઉતરી પડી તેને પકડી પાડીને કહેવા માંડયું રે કુમાર! ધીરે થા, હું અર્જુન છું, તું મારે સારથિ થા. જેથી હું શત્રુઓને જતિને તેની કીત્ત તને અપાવીશ; માટે નિર્ભય થઈ ફળની શંકા કર્યાવિના પેલા શમી વૃક્ષ ઉપર શંબાકારે કરેલા મારા ધનુષ્ય અને ભાથા અહીં લઈ આવ. એવી રીતે પિતાનું અને બંધુએનું સ્વરૂપ કહીને ધનંજય અો લઈ તેને સારથિ કરી રથમાં બેસીને શત્રુએની સન્મુખ ચાલ્યો.
અહિ ભીષ્મ ભયંકર શંખધ્વનિથી અર્જુનને ઓળખી દુર્યોધનને કહ્યું “આ સ્ત્રીને વેષ ધારણ કરનાર અર્જુન છે. આજે એગ્ય સમયે પ્રાપ્ત થયેલા તને તે જરૂર મારશે, માટે ત્રણ જગતને હર્ષ કરવા માટે હમણા તેની સાથે સંધિ કર નહિ તે સૈન્યના ચોથા ભાગથી રક્ષિત થઈ બાંધવાની સાથે તું ગુપ્તપણે ચાલ્યું જા. રાજાનું રક્ષણ કરવું જોઈએ એવી નીતિ હોવાથી અમે તારા આંતરામાં રહીશું.” ભીષ્મપિતામહને એવો વિચાર સાંભળી ભીરૂ દુર્યોધને સૈન્યના ચેથા ભાગ સાથે ગાને લઈને સત્વર પલાયન કરવા માંડ્યું. તે જોઈ અજુને ઉત્તર કુમારને કહ્યું
જુઓ કુમાર ! આ દુર્યોધન મારા ભયથી નાસી જાય છે, માટે તેની પછવાડે છેડાને હકે.” તત્કાળ ઉત્તર કુમારે પ્રેરેલે રથ સૂર્યના રથની જેમ વેગથી અર્જુનની ધ્વજાના વાનરના હકારાથી જાણે દીન થઈ ગયું ન હોય તેવાં સૈન્યની પાસે આવી પહોંચ્યું. પછી અને પિતાને શંખ એ ફૂંક કે જેના નાદથી મોહિત થયેલી ગાય ઊંચાં પુછડાં લઈને સ્વયમેવ વિરાટનગર તરફ પાછી વળી. પછી અને દુર
ધનને કહ્યું “રે અધમ ! પ્રથમ ગાયનું હરણ કરીને અને પછી નાસી જઈને તે તારા વંશને કલંક આપ્યું છે, પણ શત્રુ મળ્યા પછી હવે તું શું જઈ શકીશ ? માટે
For Private and Personal Use Only