________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ર શત્રુંજય માહાસ્ય.
|[ ખંડ ૨ જે. તાયગિરિની ઉપર તેના આભૂષણરૂપ રથનુપૂર નામે નગર છે. ત્યાં ઈંદ્ર નામે વિદ્યાધરને રાજા છે. ઇંદ્રની જેમ દિકપાલનો સમૂહ તેના ચરણકમળને સેવે છે. વિધુમ્ભાલી નામે એક તેને અનુજ બંધુ હતો, તે ઘણો ચપળ અને લેકોને પીડાકારી હોવાથી રાજાએ તેને નગરમાંથી કાઢી મૂક્યો. તે રોષે કરીને રાક્ષસના નગરમાં ચાલ્યા ગયે. ત્યાં તલતાળ નામના રાક્ષસેની સાથે તે મળી ગયે. પછી તેઓની મદદથી તેણે ઇંદ્રના દેશમાં બહુ પ્રકારના ઉપદ્રવે કરીને તેને અત્યંત કલેશ પમાડ્યો. તેમના આપાતના ભયથી કંપાયમાન થતા વિદ્યાધરો એવી રીતે નાસી ગયા કે જેથી તેઓ સ્પષ્ટમાર્ગને પણ જાણી શક્યા નહીં. છેવટે છે કેવળજ્ઞાનીના બતાવવાથી તમને અહિ રહેલા જાણી તમને તેડી લાવવા માટે મને તમારી પાસે મોકલ્યો છે. હે પાથે ! હવે આ રથમાં બેસો, આ કવચ, મુગટ અને ધનુષ્ય ગ્રહણ કરે, એ દુષ્ટ રાક્ષસોનો નિગ્રહ કરો અને જે ઈચ્છા હોય તે માગી લ્યો.” તે સાંભળતાંજ અર્જુન ઉત્સાહથી મુગટ, કવચ, રથ અને ધનુષ્ય તથા ભાથાં સ્વીકારી ક્ષણવારમાં તે રાક્ષસના નગરમાં આવ્યું. રથના ધ્વનિનીસાથે રાક્ષસપુરમાં એવો કોલાહલને ધ્વનિ થયો કે જેથી ગ્રહે, તારાઓ, ચંદ્ર અને સૂર્ય પણ ત્રાસ પામ્યા. પછી અંજનાચળના શિખર જેવા શ્યામ તે રાક્ષસે નગરની બહાર નીકળતાં જાણે નગરનાં પાપ બહાર નીકળતાં હોય તેવા દેખાવા લાગ્યા. તેમની સાથે ઉજજવળ કીર્તિવાળા અને યુદ્ધ કરવાનો આરંભ કર્યો. મહા ઘોર યુદ્ધ કરી તેઓને સંહાર કરીને ધનંજયે વૈતાઢયપર આવી હર્ષથી ઇંદ્રના ચરણમાં પ્રણામ કર્યો. ઇંદ્ર સામા ઉઠી એ જયવંત અર્જુનને આલિંગન કરીને આદરથી પિતાના અર્ધ આસન પર બેસાર્યો. ઇંદ્રનાં શાસનથી સર્વ લેક પાલેએ તેને નમસ્કાર કર્યો. પછી ઇંદ્ર પિતાના પુત્રની જેમ અર્જુનને દીવ્ય આયુધ આપ્યાં. ત્યાં અને ચિત્રાંગદને ધનુર્વેદ શીખવ્યું. કારણ કે મહાપુરૂષોના મિત્રધર્મનું ફળ લેવા દેવામાં રહેલું છે. પછી બંધુઓને મળવામાં ઉત્કંઠિત થયેલે અર્જુન ઇંદ્ર અને બીજા ખેચની આજ્ઞા લઈ વિમાનથી આકાશને વ્યાપ્ત કરતો પુનઃ સ્વરથાનમાં આવ્યો. તેણે કુંતીમાતાને અને જેકબંધુઓને નમસ્કાર કર્યો, લધુ બંધુએને આલિંગન કર્યું અને દ્રૌપદીને દૃષ્ટિદાનથી પ્રસન્ન કર્યા. ચિત્રાંગદ વિદ્યાધરે અર્જુનનું પરાક્રમ કહ્યું તે સાંભળી સૈ ખુશી થયા. પછી તેઓએ વિદાય કરે ચિત્રાંગદ ઇંદ્રરાજા પાસે ગયા અને તેમની દૃષ્ટિને અમૃતની વૃષ્ટિના જે થઈ પડ્યો.
આવી રીતે તેઓ સર્વ પૂર્ણ આનંદથી ત્યાં રહેતા હતા, તેવામાં એક દિવસ ૧ અર્જુનનું બીજું નામ છે.
For Private and Personal Use Only