________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨ શત્રુંજય માહાભ્ય.
[ખંડ ૨ જો. તેણે ભજનાદિથી, વનક્રીડાથી તથા જળયંત્રોથી પાંડવોને વશ કરી લઈને પછી ધૂત રમવાને માટે બોલાવ્યા. તે વખતે ધર્મવેત્તા વિદુરે તેમને અટકાવ્યા તે પણ રાજા યુધિષ્ઠિર કમેગે ધૂત રમવાથી વિરામ પામ્યા નહીં. જો કે પાંડ સર્વ કળારૂપ લતાના મંડપ જેવા હતા, તથાપિ વિપરીત દૈવને લીધે કપટથી દીવ્ય પાસાવડે ધૂત રમનારા કૌરવોનું છળ જાણી શક્યા નહીં. સત્કર્મની હાનિને લીધે. અનુક્રમે અશ્વ, હાથી, રથ, ગ્રામ અને નગર તથા છેવટ રાજયપણે યુધિષ્ઠિર હારી ગયા. ધર્મરાજા જ્યની આશાથી જે જે પણ કરવા લાગ્યા, તે તે પણ તૃષાતુરની ઈચ્છાને જેમ મૃગતૃષ્ણ વ્યર્થ કરે તેમ વ્યકૅપણે જેવા લાગ્યા. છેવટે સર્વ વ્યસનના સાગર અને સત્યપ્રતિજ્ઞા ધરનારા યુધિષ્ઠિરે દ્રૌપદીને પણમાં મૂકી, તે તેને પણ હારી ગયા. અહે! આવા વિધિને ધિક્કાર છે.”
દુબુદ્ધિ દુર્યોધને બીજું બધું પોતાને સ્વાધીન કરી લઈને પછી દ્રૌપદીને લાવવા માટે દુઃશાસનને મોકલ્યો. “હે દ્રૌપદી ! તને પણ પાંડ હારી ગયા છે માટે હવે તું મારા ઉલ્લંગમાં બેસ અને તેને વિટંબના કરનારા પાંડુપુત્રોને છોડી દે.” આ પ્રમાણે બોલતો દુઃશાસન તેના ઘરમાં ગયે. આવાં તેનાં વચન સાંભળી દ્રૌપદીએ નાસવા માંડયું પણ દુઃશાસન તેને કેશવડે પકડીને હઠથી સભામાં લાવ્યું. ત્યાં ભીષ્મ, દ્રોણ અને વિદુર વિગેરે વડીલને બેઠેલા જોઈ અપમાનથી લજજા પામતી તે સતી ક્રોધવડે આપ્રમાણે બોલી “રે દુરાચાર ! કુળમાં અંગાર અને નિર્લજજ દુઃશાસન! આવું કુકર્મ કરવાથી તારાં અસ્ત્રો વ્યર્થ થઈ જશે.” આવી શાપવાણું સાંભળ્યા છતાં પણ મદદ્દત એવા દુઃશાસને અમર્ષવડે તેના નિતંબ ઉપરથી વસ્ત્રો ખેંચવા માંડ્યાં. દુઃશાસને જેમ જેમ તેના નિતંબ ઉપરથી વસ્ત્રો ખેંચી લેવા માંડયાં, તેમ તેમ શીલલક્ષ્મી તેને નવાં નવાં વસ્ત્રોથી ઢાંકવા લાગી. એવી રીતે એક્સો ને આઠ વસ્ત્રો ખેંચ્યા પછી દુઃશાસન ખેદ પામીને સભામાં બેઠે. તે વખતે પવનકુમાર ભીમસેનને દુર્યોધન ઉપર ક્રોધાગ્નિ પ્રજવલિત થયે, પણ યુધિષ્ઠિરનાં વચનેથી શાંત થયે; એટલે ભીમે કહ્યું “જે મારા રોષને શાંત કરવાને વડિલ બંધુની વાણું ન હોય તો હું અત્યારે આ દુર્યોધનને તેના ગેસહિત ગદાથી ચૂર્ણ કરી નાખું.” આવી રીતે ઉર્જિત ગર્જના કરતા ભીમને સાંભળી કેટલાક રાજાઓએ નીચું મુખ કર્યું, કેટલાક હૃદયમાં ભય પામ્યા, અને કેટલાક મનમાં દુઃખી થયા, તે વખતે ભીમે ઘણું દુઃખિત થઈને રોષના ઉષ્મથી દુર્યોધનને કહ્યું “અરે અધપુત્ર ! આ સાધવી સ્ત્રીને વિડંબના કરવા કેમ માંડી છે ?
૧ ઘણી ઊંચેથી.
For Private and Personal Use Only