________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છુટ
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડર જો.
વૃદ્ધિને માટે અર્જુનસાથે પરણાવી. ત્યાંથી અર્જુન ક્ીને શત્રુંજયે ગયા, અને ત્યાંથી નદિવઢુંનગિરિએ તથા અષ્ટાપદે જઇને ખાર વર્ષમાં બાકી રહેલાં વર્ષે તીર્થયાત્રામાં નિર્ગમન કર્યું. એપ્રમાણે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને ધણા વિદ્યાધરાનીસાથે વિમાનાથી આકાશને આચ્છાદન કરતા તે હસ્તિનાપુરમાં આવ્યા. અર્જુનને વધુસહિત આવતા જાણી પાંડુરાજાએ પુત્રોસહિત ઉત્કંઠિત થઇને તેના પ્રવેશેાત્સવ કર્યો. તે વખતે અર્જુનના સાંભળવામાં આવ્યું કે મણિચૂડ વિદ્યાધરની બેન પ્રભાવતીને કાઈ બળવાન વિદ્યાધર બળાત્કારે હરી ગયા છે. તે સાંભળતાંજ પાર્થ ( અર્જુન ) મણિચૂડને સાથે લઈ આકાશમાર્ગે ચાલ્યે, અને ત્યાં જઈ તેને હણી પ્રભાવતીને શીઘ્ર પાછી લઈ આવ્યેા.
યશસ્વી અને વિજયી એવા અર્જુનનું અભિનંદન કરીને પછી પાંડુરાજાએ યુધિષ્ઠિરને હર્ષથી પોતાની રાજ્યગાદીપર બેસાર્યાં. તે વખતે સૂર્યથી જેમ આકાશ અને ધ્વજાથી જેમ દેવાલય અલંકૃત થાય તેમ યુધિષ્ઠિર રાજાથી સર્વ વિશ્વ અલકૃત થયું. ધર્મપુત્રની આજ્ઞાથી પરાક્રમવાળા ભીમાદિ ચારે બંધુએ ચારે દિશાઆમાં વેગથી જઇ સર્વત્ર વિજય મેળવીને પાછા આવ્યા. પાંચાલી ( દ્રૌપદી ) તે પાંચ પાંડવાથી સિંહની જેવા પરાક્રમી પાંચ પુત્રો થયા કે જેએથી કલ્પવૃક્ષાવડે મેિિગરની જેમ બધું કુળ અલંકૃત થઈ ગયું. ચારે બંધુએ વિનયથી રાજા યુધિષ્ઠિરનીસાથે બંધુની જેમ, પુત્રની જેમ, પેઢલની જેમ, મિત્રની જેમ, અને પેાતાનાં અંગની જેમ વર્તેવા લાગ્યા. અર્જુનની પ્રીતિથી મણિચૂડે વિધાના બળવડે ઇંદ્રની સભા જેવી એક નવી સભા રચી આપી. તેમાં મણિમય સ્તંભ આવેલા છતાં અરૂપી આત્માની જેમ જાણે સ્તંભજ ન હોય તેમ દેખાતું હતું, સ્ત્રીનાં ચિત્તની જેમ રલની કાંતિથી અનેક વર્ણવાળી ભૂમિ જણાતી હતી, દેવતાને પ્રિય અપ્સરાએના જેવી રસમય પુતળીએ બનાવી હતી, અને ભીંતા 'બુદ્ધના મતની પેઠે ક્ષણમાં દેખાય અને ક્ષણમાં ન દેખાય તેવી બનાવવામાં આવી હતી. એવી તે સભા રચીને તેમાં સુવર્ણના સિંહાસન ઉપર પ્રીતિવડે યુધિષ્ઠિરને બેસારી મણિચૂડે પેાતાની મિત્રતા સફળ કરી. પછી યુધિષ્ઠિરે શ્રીશાંતિનાથ પ્રભુનેા સુવર્ણમય નવીન પ્રાસાદ કરાવ્યેા. પૂર્વે શ્રીશાંતિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક ત્યાં થયેલ હાવાથી તે અતિ ધર્મદાયક હસ્તિનાગ નામે તીર્થં થયું. તે જિનમંદિરને દિગ્વિજયમાંથી લાવેલી લક્ષ્મીરૂપ કલ્પલતાના ફળરૂપ અને અતિ ઉત્તમ માનતા યુધિષ્ઠિરે તેની
૧ મુદ્દલે કા ક્ષણીકવાદી કહેવાય છે. તેઓ એક ક્ષણે બનેલી વસ્તુ ખીજે ક્ષણે ક્ષય થાય છે તેમ માને છે.
For Private and Personal Use Only