________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જે. કુમારને પૂછ્યું પુત્રના પરિવારથી પરવારીને ઉધમ વગર પડ્યા રહેલા નિર્ભાગી પિતાઓની જેમ તમે આ ખાડાની આસપાસ કેમ ઊભા છે ? તેઓએ કહ્યું આ કુવામાં અમારે ક્રીડાકંદુક પડી ગયો છે. તે સાંભળી દ્રોણે એક બીજા બા
થી પરોવીને કંદુકને ખાડામાંથી આકષી લીધે. તેમની અતિ લાઘવતા જોઈ ભીમે કૃપાચાર્યની આજ્ઞાથી ધનુર્વેદ શીખવવાને માટે સર્વ રાજકુમારી તેને અને ર્પણ કર્યા. તારાઓમાં ચન્દ્રની જેમ તેઓમાં કર્ણ વધારે પ્રદીપ્ત થયે, અને તેનાથી પણ ઇંદ્રપુત્ર અર્જુન વધારે પ્રવીણ થે. લાલનમાં, યેજનામાં, શીવ્ર આકર્ષણમાં, દૂરથી પાડવામાં, અને દૃઢ પ્રહારમાં અર્જુન એકજ અધિક થે. તે ઉદ્ધત કુમારમાં નિત્ય દૃષ્ટિ નાખતાં દ્રોણે વિનયમાં, વિક્રમમાં અને શૌર્યમાં સર્વથી અધિક જોઈને અર્જુનને બહુમાન આપવા માંડ્યું.
એક વખતે શિષ્યની સાથે યમુના નદીમાં આનંદવડે રમતા એવા દ્રોણચાર્યને એક પગ કોઈ જળજંતુએ આકળે. જે કે દ્રોણાચાર્ય પગ છોડાવવા શક્તિવાન હતા, તથાપિ શિષ્યને વિનય જાણવાની ઈચ્છાએ તેણે મેટે સ્વરે પિકાર કર્યો. તે સાંભળ્યા છતાં સર્વે ઉદાસી થઈને બેસી રહ્યા, ત્યારે ઇંદ્રપુત્ર અ
ન દેડ્યો આવે. તેનું આવું સત્વ જોઈ આની ઉપર બીજાઓ દ્વેષ કરે નહિ અને તેને ગર્વ પણ થાઓ નહિ એવું ધારી દ્રોણે તેની પ્રશંસા કરી નહિ. એક વખતે એકાંતમાં કોણે અર્જુન પાસે એવી પ્રતિજ્ઞા કરી કે “તારા વિના બીજાને હું સંપૂર્ણ ધનુર્વિદ્યા શીખવીશ નહિ.”
એકલવ્ય નામે એક ભીલને પુત્ર હતા, તેણે દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદ શીખવાની પ્રાર્થના કરી, પણ નીચ જાતિને લીધે તે નીતિવાન છતાં દ્રોણગુરૂ પાસેથી ધનુર્વેદ મેળવી શક્યો નહિ. સાક્ષાત ગુરૂના અભાવથી તે એકલવ્યે મૃત્તિકાની દ્રણગુરૂની મૂર્તિ કરી એક વૃક્ષતળે બેસારી, અને તેની સાક્ષીએ ધનુર્વિદ્યાને અભ્યાસ કરવા માંડ્યો. એવી રીતે ગુરૂભક્તિપૂર્વક અભ્યાસ કરતાં તે ગુરૂભક્ત એકલવ્યને બાણવડે વૃક્ષનાં પત્રોમાં વિચિત્ર પ્રકારની આકૃતિઓ પાડી શકે તેવી લાઘવતા પ્રાપ્ત થઈ. એક વખતે ફરતા ફરતા અર્જુન દ્રોણગુરૂની સાથે ત્યાં આવે. એકલવ્યનું તેવા પ્રકારનું પત્રલેખન જોઈ અજુને દ્રોણગુરૂને કહ્યું “તમે પ્રતિજ્ઞા કરી હતી કે તારા વિના બીજા કોઈને હું ધનુર્વેદ શીખવીશ નહિ, તો આ ક્યાંથી ?” દ્રોણે વિસ્મયથી કહ્યું “મારી પ્રતિજ્ઞા વ્યર્થ નથી; દેવામાં કે - નુષ્યમાં આ કોઈ નવીન થેયે છે એમ હું ધારું છું. આવી ધનુષ્કળા જાણનાર કેઈ સુર કે અસુર ગમે તે હે, મને પ્રત્યક્ષ થઈ પિતાને ઉઘમ બતાવો.” આવાં
For Private and Personal Use Only