________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ મો. ] નેમિનાથ પ્રભુથી પરાભવ પામેલા દેવતાઓએ કરેલી તેમની સ્તુતિ. ૩૭૯ સત્વર બંને અસ્ત્રો સંહરી લીધાં; તેથી તત્કાળ સચેત થયેલા તે દેવતાએ પ્રભુને અને ઇંદ્રને જોઇને લજ્જા પામી ગયા. નીચું મુખ કરીને રહેલા તે દેવતાઓને ઇંદ્રે ઉપહાસ્યથી કહ્યું “ અહા! દુર્લલિત એવા તમેાએ તમારૂં ચેષ્ટિત જોઈ લીધું ! અરે દુરાગ્રહી દેવતાએ ! એ સ્વામી જગને પૂજનીય અને જગત્ના આધાર છે, માટે તે ક્ષમાવાન્ પ્રભુને નમીને તમે ક્ષમાની પ્રાર્થના કરો, એ સ્વામી સ્વભાવથીજ જગના રક્ષણમાં તત્પર છે, તેથી તમે સેંકડા અપરાધ કરનારા છતાં પણ તમેાને તે ભયકારી થશે નહીં.” ઈંદ્રનાં આવાં વચન સાંભળી લજ્જા અને વિનયથી નમ્ર એવા દેવતાઓ કાયાથી આળાટતા પ્રભુને નમી ચાટુવાણીવડે કહેવા લાગ્યા “ હૈ સ્વામી ! જેમ બાળકા મેરૂને પરમાણુવડે પામવાની, ગંગાની રેતીના કણ ગણુવાની અને સ્વયંભૂ સમુદ્રનાં જળનાં બિંદુએ બિન્દુની સંખ્યા કરવાની ઇચ્છા કરે તેમ અમે પાપીએએ તમારૂં સત્વ જોવા માટે આ આરંભ કરેલા હતા, તેવા અમેને ધિક્કાર છે.” આ પ્રમાણે કહી ભગવંતના ચરણને મસ્તકપર આરાપણું કરી પેાતાને સનાથ માનતા, દેવતાએ તેમનેજ શરણે ગયા. પ્રભુએ પ્રસાદદાનથી તેમની સંભાવના કરી; કેમકે પ્રભુ વિશ્વની સ્થિતિ કરનાર અને વિશ્વસ્થિતિને પાળનાર છે. પછી નેમિનાથ પ્રભુ દેવકૃત નગરમાં આવી પેાતાના બંધુ રામકૃષ્ણ તથા અનાવૃષ્ટિને સ્નેહથી આલિંગન કરી પરમ હર્ષ પામ્યા. પછી ઇંદ્રે કહ્યું “હે સ્વામી! અમારી ઉપર અનુગૃહ કરી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરાવા અને અમને તારા.’ આ પ્રમાણે કહી પ્રભુની અનુમતિ થવાથી તત્કાળ બનાવેલાં વિમાનાવડે સર્વ દેવતાઓની સાથે પ્રભુને લઇને ઇંદ્ર શત્રુંજયગિરિએ આવ્યા. ત્યાં આવીને સ્વામીના આદેશથી મનને પૂર્ણ ભાવિત કરતા ઇંદ્રે પૂર્વની જેમ પેાતાનું સર્વ કર્તવ્ય કર્યું. નેમિનાથ પ્રભુએ તે તીર્થના સર્વ પ્રભાવ કહી બતાવ્યા. પછી ત્યાંથી ઇંદ્રસહિત ગિરનાર તરફ ચાલ્યા. ત્યાં તે તીર્થની શુભ કથા સાંભળતા ઈંદ્રે સ્થાવર અને જંગમ એવા બંને પ્રભુની પૂજા કરી. પછી પ્રભુને બંધુવર્ગસહિત દ્વારકામાં મૂકી, તેમના પિતાને સર્વ વૃત્તાંત જણાવી હર્ષ પામતા ઇંદ્ર સ્વર્ગમાં ગયા. ચંદ્રની જેમ વિશ્વને આનંદ આપતા પ્રભુ, સુર, અસુર તથા રામકૃષ્ણથી સેવાતા સુખે રહેવા
લાગ્યા.
તે સમયમાં નારદે આવી બતાવેલી મિરાજાની બેન રૂક્મિણીને કૃષ્ણે પેાતાના ભુજવીર્યથી હરી લીધી; જાંબવાન્ નામના ખેચરની જાંબવતી નામની
૧ સ્થાવર પ્રભુ તે સ્થાપેલી શ્રી નેમિનાથજીની પ્રતિમા અને જંગમ પ્રભુ તે ગૃહસ્થાવસ્થામાં વર્તતા પ્રભુ પાતે.
For Private and Personal Use Only