SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો. ] જરાસંધના દૂતને સમુદ્રવિજયે આપેલો ઉત્તર. ૩૭૩ 11 કંસને હણનારા એ બંને રામ ને કૃષ્ણ કારણ વગરના તમારા વૈરી છે, તેથી તેમને ત્યાગ કરીને પૂર્વની જેમ મારા શાસનથી રાજ્ય ચલાવા. તે સાંભળી પ્રથમ ઃશાર્હ સમુદ્રવિજયે અંતરમાં દુભાઇને સામક રાજાને કહ્યું, જરાસંધ રામકૃષ્ણની ઉપરના મારા સ્નેહના કારણને જાણતા નથી, પણ હું સેામકરાજા ! તે રામક઼બ્લુની માગણી કરતાં તમે કેમ લાજતા નથી ? કેમકે એ બંને ભાઈ તેા દેહમાં નેત્રની જેમ અમારા હરિવંશનાં મંડન છે. કઢિ અમારાં જીવિતનું દાન થાય તે ભલે થાય, પણ એ બંને વત્સ ( રામકૃષ્ણ ) નું દાન થવાનું નથી; માટે જાએ, એ પેાતાના જામાતા કંસના માર્ગને અનુસરનારા જરાસંધને જઇને કહેા.” રામકૃષ્ણે કાપના સંભ્રમથી જોયેલા સામકરાજાએ તત્કાળ ત્યાંથી ઉઠી વેગથી જરાસંધપાસે જઇને તે વૃત્તાંત જાન્યા. ઉગ્રસેનરાજાએ પૂર્વથી અનુરાગ ધરતી પેાતાની પુત્રી સત્યભામા પ્રીતિ વધારવાને માટે કૃષ્ણને આપી. બીજે દિવસે સમુદ્રવિજય રાજાએ પોતાના બંધુઓને એકઠા કરી ક્રોકિ નામના એક હિતકારી નિમિત્તિઆને બેાલાવીને પૂછ્યું: “ત્રિખંડ ભરતના અધિરાજ જરાસંધની સાથે લડાઈ કરવામાં જે ભાવી બનવાનું હાય, તે કહી આપે; કેમકે સ્વસ્થ પાત્રમાંજ બંધન ચાગ્ય છે.” નિમિત્તિએ કહ્યું “ મહાપરાક્રમી રામકૃષ્ણે ચિરકાળે જરાસંધને મારી ત્રિખંડ ભરતના અધિપતિ થશે. હમણા અહીંથી પશ્ચિમ દિશાના સમુદ્રતટને ઉદ્દેશીને જા, ત્યાં જતા તમારા શત્રુના ક્ષયનો આરંભ થશે. માર્ગે જતાં જે ઠેકાણે સત્યભામા બે પુત્રને જન્મ આપે, તે ઠેકાણે નગરી વસાવીને તમારે નિઃશંક થઇને રહેવું. ” તે સાંભળી અઢાર મૂળકાટિ યાદવેાના નાયક સમુદ્રવિજયરાજા પરિવારસહિત વિશ્વને ચળાયમાન કરતા વિંધ્યાચળની મધ્યમાં થઇને ચાલ્યા. અહીં જરાસંધ સેામકરાજાનું કહેવું સાંભળી ક્રોધથી પ્રજ્વલિત થયા. તે જાણીને કાળ નામના તેના પુત્રે કહ્યું, “ હે સ્વામી! એ યાદવે કાણમાત્ર છે ! તેમના વધ કરવાની મને આજ્ઞા આપે; એટલે પછી અગ્નિ, આકાશ કે જળમાંથી પણ ખેંચી લાવીને તેમને હું મારી નાખીશ. ત્રિખંડપતિ જરાસંધે પાંચસે રાજાએ અને ધણી સેના સાથે તેના નાનાભાઈ યવન સહિત તેને મેકક્લ્યા. જાણે સાક્ષાત્ અકાળે કાળ આવ્યા હાય, તેમ કાળને આવેલા જોઈ રામકૃષ્ણના રક્ષક દેવતાઓએ માર્ગમાં એક પર્વત વિકળ્યાં, અને રસ્તાનાં એક દ્વાર પાસે ધણી ચિતાએ, તેની પાસે રૂદન કરતી એક સ્ત્રી અને અગ્નિથી ભસ્મીભૂત થયેલું યાદવાનું સૈન્ય વિધુર્યું. તે સ્ત્રીને જોઇને કાળે પૂછ્યું ‘હે ભદ્રે ! કેમ રૂવે છે ?' તે બાલી, જ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy