SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો કૃષ્ણને મારવાની કંસે કરેલી નિષ્ફળ ગયેલી વિવિધ યુક્તિયો. ૩૭૧ શાસ્ત્રમાં ચતુર એવા સેા પુત્રો થયા. શતભિષા નક્ષત્રના સે। તારાથી જેમ ચંદ્ર શોભે તેમ તે સે। પુત્રોથી ધૃતરાષ્ટ્ર સંપૂર્ણ રીતે શેલવા લાગ્યા. એક વખતે કુંતી યાત્રા કરવાને નાશિક નગરમાં ગઈ. ત્યાં તેણે ચંદ્રપ્રભ સ્વામીનું નવીન ચૈત્ય કરાવ્યું. પછી પૂજા, આરાત્રિક, નેપથ્ય અને મુનિદાન પ્રમુખ સર્વ ક્રિયા કરીને ભર્તારની સાથે પાછી પેાતાને નગરે આવી. તે નાશિક નગરે જઈ જેએ એ આઠમા પ્રભુને ભક્તિથી પ્રણામ કરે છે, તે આગામીભવને વિષે એધિબીજ પામીને પરમગતિને મેળવે છે. હવે અહીં નિર્ણય કરવા માટે કંસે મેાલેલ કૈશી નામના અશ્વ, મેષ નામના ખર અને અરિષ્ટ નામના વૃષભના કૃષ્ણે ધાત કર્યો, તેથી નિમિત્તિઓના કહેવા પ્રમાણે બનવાથી કંસ કૃષ્ણથી મનમાં શંકા પામવા લાગ્યો. પછી પેાતાના શત્રુની ખરી પ્રતીતિ કરવાને તેણે શા ધનુષ્યની પૂજાના ઉત્સવ કર્યો. તેમાં પેાતાની બેન સત્યભામાને પણ' કરીને બેસારી અને પોતાના માણસેપાસે ઉચ્ચ સ્વરે સર્વ ઠેકાણે એવી આધાષણા કરાવી કે ‘ જે કાઈ આ ધનુષ્ય ચડાવશે તેને દેવકન્યા જેવી આ મારી બહેન પરણાવીશ.' તે કામમાં જ્યારે કાઈ પણ રાજાએ સજ્જ ન થયા, ત્યારે અનાવૃષ્ટિ નામે પેાતાના આત્માને વીર માનનારા વસુદેવના પુત્ર રથમાં બેસીને ત્યાં જવા ચાલ્યા. રાત્રે ગેાકુળમાં સુઈ રહી પ્રાતઃકાળે કૃષ્ણને સહાયકારી તરીકે સાથે લઇ મથુરાને માર્ગે ચાલ્યા. રસ્તામાં રથને સ્ખલના કરનારૂં એક વૃક્ષ આવ્યું તેને કૃષ્ણે પગવડે ઉખેડી નાખ્યું; પછી પુનઃ પ્રીતિથી અનાદૃષ્ટિએ તેમને રથમાં બેસાર્યાં. સભામાં આવીને અનાવૃષ્ટિ તે ધનુષ્યને લેતાં સ્ખલિત થઈ ગયા. તે વખતે સર્વ જન હસી પડ્યા, અને સત્યભામા પણ લજ્જા પામી. તે સર્વનાં હાસ્યથી કાપ પામી કૃષ્ણે તરતજ તે ધનુષ્યને ચડાવી ઢીલું, તેથી તેજ સમયે સત્યભામાએ કટાક્ષરૂપ પુષ્પાથી કૃષ્ણની ભુજાની પૂજા કરી. વસુદેવે કંસના ભયથી ‘ આ ધનુષ્યને મેં ચડાવ્યું છે' એમ બેલવા અનાવૃષ્ટિને સૂચવી કૃષ્ણસહિત ત્યાંથી મેાકલી દીધા. કંસે પાછા શત્રુના નિશ્ચય કરવા માટે સત્યભામાનાં લગ્નના ઉત્સવનું ખાનું કાઢી મલ્લુયુત્ક્રુ જોવાની ઇચ્છાએ સર્વે રાજાઆને બાલાવ્યા. કૌતુકી કૃષ્ણ તે સાંભળી ખળરામનીસાથે ત્યાં જવા ચાલ્યા, માર્ગમાં આવેલી યમુના નદીના દ્રમાં કાળીનાગને કૃષ્ણે ખળવડે હણી નાખ્યા; અને તે વૈરીએના વિનાશ કરવા માટે કંસે છેાડી મૂકેલા એ મદાન્મત્ત હાથીમાંથી કૃષ્ણે પદ્મોત્તર નામના હાથીને મા અને રામે ચંપક નામના હાથીને ૧ મોક્ષ. ૨ નિયમ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy