________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮ શત્રુંજય માહાભ્ય.
[[ ખંડ ૨ જો. છોડવા વિગેરે સત્કર્મ કરી કુમારનું અરિષ્ટનેમિ એવું નામ પાડ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતા ઈંદ્રની આજ્ઞાથી અપ્સરાઓ પ્રભુનું લાલન પાલન કરવા લાગી અને દેવતાઓ સમાન વયના થઇને સેવા કરવા લાગ્યા. જગત્રભુ કેાઈ પર્વતરૂપે અને કોઈ ગજૈદ્રરૂપે રહેલા દેવતાઓને એક લીલામાત્રમાં ઉછાળતા હતા. ચાલતા, નાચતા, ગાતા અને બોલતા એ પ્રભુ એક કર્મ વિના સર્વને પ્રીતિ આપતા હતા. રાજા સમુદ્રવિજય એ પુત્રના જન્મોત્સવમાં એક દિવસ સ્વજનથી પરવારેલા ઉદ્યાનમાં ક્રીડા કરવાને ગયા. નંદનવનમાં જેમ ઇંદ્ર પ્રવેશ કરે તેમ અશક, નાગકેશર અને આમના પલ્લવથી કમળ એવા વનમાં રાજાએ પ્રવેશ કર્યો. તે ઉદ્યાનમાં શ્રી નેમિનાથને ઈદેવતાઓને આરાધના કરવા યોગ્ય એવા સૌધર્મપતિ હર્ષથી પ્રફુલ્લિત નેત્ર કરી દેવતાઓને કહેવા લાગ્યા. “આ જગતમાં રાજા સમુદ્રવિજયને ધન્ય છે, અત્યારે તે સૌભાગ્યની ભૂમિરૂપ છે, કારણ કે તેમને ઘેર નેમિનાથ પ્રભુ પુત્રપણે અવતર્યા છે. અહો ! આ શ્રી નેમિનાથ પ્રભુ બાળક છતાં તેમનામાં જે સત્વ રહેલું છે, તેવું સત્વ બીજા કેઈ દેવમાં કે દાનવમાં કહી શકાય તેમ નથી. એક તરફ આ પ્રભુનું અદ્દભુત બળ રાખીએ અને બીજી તરફ બધું જગત કે મેરૂ રાખીએ તો પણ તે તિલેપમ માત્ર છે. ” આ પ્રમાણે સૌધર્મપતિનાં વદનમાંથી નીકળતાં વચન સાંભળી મેઘની ગર્જનાને અષ્ટાપદ સહન કરી ન શકે તેમ કેટલાક દેવતાઓ તે સહન કરી શક્યા નહિ. તેઓ બોલ્યા “હે ઇંદ્ર! આ પ્રમાણે કહીને તમે ખરેખર “ઈશ્વરેચ્છા બલવતી છે” એ વચન સાબીત કરી આપ્યું છે. અમે જે બળથી એક હેલામાત્રમાં મોટા સાગરને શેકી નાખીએ, અને મોટા પર્વને ચૂર્ણ કરી નાખીએ, તે આવી સ્તુતિને કેમ સહન કરી શકીએ? તેથી હે સ્વામી! તે પ્રભુનું બળ જેવાને અમે ઉત્સુક થઈ ત્યાં જવા ઈ
છીએ છીએ.” આ પ્રમાણે કહી રજા લઈને તેઓ નેમિનાથ પ્રભુએ પવિત્ર કરેલા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં “ઉન્નતિ પામે, ચિરકાળ જી ” એમ કમળ સ્વરે બોલતા લેકેથી પરસ્પર હાથે હાથ તેડીને લાલિત કરાતા પ્રભુ તેમના જેવામાં આવ્યા. કઈ પ્રીતિથી પ્રભુને ચુંબન કરતા હતા, કોઈ પિતાની આંગળીવડે દેરતા હતા અને કોઈ વારંવાર મસ્તક ધૂણાવી પ્રભુને હસાવતા હતા તેમજ વિદ્વાન્ અને રૂપ જોઈને હર્ષ પામેલા વૃદ્ધ પૂર્વજોએ કરેલાં ન્યુંછણાને પ્રભુ અનુભવ કરતા હતા. આ પ્રમાણે ચિત્તને આહાદ આપતા એ હસમુખા પ્રભુને જોઈને તે દેવતાઓ દુરાશયવાળા છતાં કૌતુકથી વિચાર કરવા લાગ્યા “અહા ! શું આ ઉત્કંઠા ઉત્પન્ન કરે છે તેથી મૂર્તિમાન ક્રીડારસ છે? અથવા સૌભાગ્ય અને શ્યામપ
૧ મોટા માણસો જે કહે તે સાચું એજ બતાવી આપ્યું છે.
For Private and Personal Use Only