________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જે. કૂર ભવારણ્યમાં શરણુરહિત એવો સંસારી પ્રાણી નરકાદિ દુર્ગતિઓમાં પીડાય છે. ચાર કષથી ચાર ગતિઓમાં વિચરતો પ્રાણી કિલ્વેિષરૂપી ભિલે રૂંધવાથી રવે
ચ્છાએ હેરાન થાય છે. તેમાં કારણવગરના મિત્ર અને જગતને પૂજવા ગ્ય “એવા માત્ર ધર્મથીજ પ્રાણીની રક્ષા થાય છે, બીજાથી રક્ષા થતી નથી. જે અના
થને નાથ, સર્વને અભય કરનાર અને સ્વર્ગ તથા મુક્તિનાં કારણરૂપ ધર્મ છે, તે “સર્વદા ભવ્યપ્રાણુઓએ સેવનીય છે.” ઇત્યાદિ દેશના પૂર્ણ થયા પછી જિતશત્રુરાજાએ પ્રભુને પૂછયું “ભગવન્! આ તમારી દેશનાથી અહીં કોણ કોણ ધર્મને પ્રાપ્ત થયા છે?” પ્રભુએ કહ્યું “આ તમારા અથવગર બીજા કોઈને અત્યારે ધર્મ પ્રાપ્ત થયે નથી.” રાજાએ પૂછયું “હે વિભુ! જેને ધર્મ પ્રાપ્ત થયે એવો આ અથ કોણ છે?” પ્રભુ બોલ્યા “હે રાજા! સાંભળ. પૂર્વ ચંપાનગરીમાં હું સુર નામે “ધનાઢય શ્રેષ્ઠી હતો. તે વખતે આ અશ્વ મહિસાગર નામે મંત્રી હતો ને તે “મારે મિત્ર હતો. તેનાં સર્વ અંગ અને ચેતન માયા-કપટ અને મિથ્યાત્વથી ભરપૂર હતાં. ત્યાંથી મૃત્યુ પામી કેટલાક ભવમાં ભમીને તે પદ્મિનીખંડ નામના નગરમાં સાગરદત્ત નામે એક મિથ્યાત્વી વણિક થે. તે નગરમાં જિનધર્મ “નામે એક ઉત્તમ શ્રાવક વણિક રહેતું હતું, તેને સાગરદત્તની સાથે અતિશય “પ્રીતિ થઈ. એકદા તે બન્ને મિત્રો કોઈ મુનિને વાંદવા પૌષધગ્રહમાં ગયા. ત્યાં “મુનિનાં મુખકમલથી મનવાંછિતને આપનારે ધર્મ સાંભળે તેમાં તેમણે એવું સાંભળ્યું કે જે પુરૂષ મૃત્તિકાનું, સુવર્ણનું કે રલનું જિનબિંબ કરાવે, તે ભવાંતરનાં કુકર્મોને નાશ કરે છે. તે સાંભળી સાગરદત્તે એક સુવર્ણનું જિનબિંબ કરાવ્યું અને પોતાનાં ઘરમાં સાધુઓની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. તેણે પૂર્વ નગરની બહાર એક ઊંચું શિવાલય કરાવ્યું હતું, તેમાં ઉત્તરાયણના પર્વને દિવસે તે દર્શન કરવા ગયે. ત્યાં તે શિવાલયના પૂજારીઓને ઘીના ઘડા ઉપરથી ખરી પડેલી ઉધાઈને કચરી નાખતા જઈ સાગરદત્ત અતિ દુઃખી થે. દયાળુ સાગરદત્ત તે “ઉધાઈને વસ્ત્રથી દૂર કરવા લાગે એટલે એક પૂજારીએ આવીને હઠથી ચૂર્ણની
જેમ તે સર્વ ઉધાઈઓને પગના આઘાતથી પીલી નાખી. વળી તે પૂજારી બોલ્ય “ “અરે! સાગર! પાખંડી શ્વેતાંબરીઓએ તને છેતર્યો લાગે છે કે જેથી તું “આ જંતુઓની રક્ષા કરવા લાગે છે. તે પૂજકનાં આવાં કૃત્યની તેના આચાર્ય પણ “ઉપેક્ષા કરી, તેથી સાગરદત્ત વિચાર કરવા લાગ્યું કે આ નિર્દય પૂજકોને ધિક્કાર
છે. આવા દુરાશયી લેકોને ગુરૂબુદ્ધિથી કેમ પૂજાય? કે જેઓ પોતાને અને યજ“માનને દુર્ગતિમાં પાડે છે. આવો વિચાર કરી તેમના આગ્રહથી તેણે ત્યાં પૂજાદિ
For Private and Personal Use Only