________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ મે. ] ભીમસેનને મુનિએ કરેલો ઉપદેશ, તેના બંધન મેળાપ. ૩૩૯ તે દુઃખી મિત્રોએ સ્વસ્થપણે પિતાને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. પછી કહ્યું છે મુનિ !દારિદ્ર અને દુર્ભાગ્યથી પીડિતોમાં અમે રાજા જેવા છીએ, તેથી હવે આ પર્વત ઉપરથી પાપાત કરીને મરણ પામવાના અભિલાષી છીએ. જેમ જળવિના મેધ, જીવિના શરીર, સુગંધવિના પુષ્પ, કમળવિના જળાશય, તેજવિના ચંદ્ર, સંસ્કૃત ભાષાવિના વાણી, આચારવિના કુલીનતા, વિદ્યાવિના તપસ્વીપણું, ભયવિના શૃંગાર નાયકવિના સેના, સુપુત્રવિના કુળ, દાનવિના ધન, ગૃહિણી (સ્ત્રી) વિના ઘર, ન્યાયવિના વિનય, ચંદ્રવિના રાત્રિ, પ્રતિમાવિન પ્રાસાદ, દયાવિના ધર્મ, સત્યવિના વફતૃતા અને નેત્રવિના મુખ, તેવી રીતે દ્રવ્યવિનાને પુરૂષ છે. આવાં તેમનાં સખેદ વચન સાંભળી અતિ દયાળુ મુનિ તેઓ પ્રત્યે બોલ્યા “તમે એ પૂર્વજન્મમાં વારંવાર ધર્મ કર્યો નથી, તેથી તમને આ નિર્ધનપણું પ્રાપ્ત થયેલું છે, માટે હવે પ્રાણ ઉપર ખેદ કરે નહીં. પ્રાણુઓને સારા કુલમાં જન્મ, નિરોગીપણું સૌભાગ્ય, અદ્ભુત સુખ, લક્ષ્મી, આયુષ્ય, યશ, વિદ્યા, મનોહર કાંતા, અશ્વ, હાથી, લાખો લેકેથી સેવા, ચક્રવર્તી અને ઇંદ્રનો વૈભવ-એ સર્વ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. માટે તમે ગિરિ ઉપરથી પડીને પ્રાણત્યાગ ન કરતાં સર્વ મનોરથને આપનારા આ રૈવતગિરિપર જાઓ. હે ભીમસેન ! તે પૂર્વજન્મમાં અનીતિવડે એક મુનિને અઢાર ઘડીસુધી પડ્યા હતા, તેનું આ ફળ છે. પ્રાજ્ઞપુરૂષોએ બાહ્ય અત્યંતર બંને પ્રકારે મુનિની આરાધના કરવી, વિરાધના કરવી નહિ; તેમની વિરાધના કરવાથી કષ્ટ પ્રાપ્ત થાય છે અને સેવા કરવાથી ઈષ્ટ પ્રાપ્ત થાય છે. હે ભદ્ર! હવેથી તારું કલ્યાણ થશે, તેમાં કાંઈ પણ સંશય રાખીશ નહિ, કેમકે હવે અશુભ કાળ વીતી ગયે છે, તેથી જરા પણ ખેદ કરીશ નહિ. આ અખિલ ભૂમિ તારવડે જિનમંદિરોથી મંડિત થશે, તારા જેવો કઈ પુણ્યવાન નર થશે નહિ.” મુનિના આવા ઉપદેશથી ભીમસેને વિદેશી મિત્રની સાથે તે મુનિને નમી શુભ ચિંતન કરતે રેવતાચલ તરફ ચાલ્યું. અનુક્રમે રૈવતગિરિ પર આવી ઘોર તપ કરીને તે શ્રી નેમિનાથની પૂજા કરવા લાગે. એકદા કઈ સંધ ત્યાં યાત્રા કરવા આવ્યું, તેમાં સંઘપતિ ભીમસેનને અનુજ બંધ હતો. તે સંઘ અને અમાત્યની સાથે શ્રી જિનાલયમાં પ્રભુની આરતિ ઉતારતો ભીમસેનના જોવામાં આવ્યું. આરતિ ઉતાર્યા પછી તેણે ભીમસેનને જોતાંજ ઓળખે, એટલે અમાત્યને કહ્યું “આ તરફ જુઓ, આ કોણ છે ?' અમાત્ય બેલ્યા “રાજન ! આ તમારા ભાઈ ભીમસેન છે કે જેને આપણે દરેક દેશમાં ચર મેકલીને શોધાવ્યા હતા. પછી ત્યાંથી સર્વ ઉઠયા એટલે અતિ હર્ષ પામેલા રાજાએ ભીમસેનને આલિંગન કરી નમસ્કાર કર્યો. ભીમસેન
For Private and Personal Use Only