________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ મે
ભીમસેનનું ભટકવું.
૩૩૫
6
માતા, કાંતા કે પિતા કાઈ નથી, તથાપિ હું ઉત્તરપૂરણા કરી શકતા નથી.” તેનાં આવાં દીન વચના સાંભળી એ માયાના ગૃહરૂપ મુનિરાજ અમૃતના સાર જેવું મધુર વચન બોલ્યા “અરે ભદ્ર! હવે ખેદ કર નહિ, પરાભવને છેડી દે, હું મળતાં હવે તારૂં દારિદ્રય ગયુંજ એમ સમજ. અમે હંમેશાં પરોપકાર કરવાને માટેજ આમ તેમ વિચરીએ છીએ, અમારે કાંઈ પણ સ્વાર્થ નથી, માટે હવે તું શામાટે દુઃખ ધરે છે? સૂર્ય નિત્ય પ્રકાશે છે, મેધ જળ આપે છે, વૃક્ષા ફળે છે, ચંદ્ર અમૃત વર્ષાવે છે, ચંદનવૃક્ષ ઉગે છે, મલયાચળના વાયુ વાય છે અને સુજ્જના ક્રે છે, તે સર્વ પરાપકારને માટેજ છે. આ સિંહલદ્વીપમાં મારી સાથે ચાલ, ત્યાં તને રત્નની ખાણમાંથી સુખે રત્ન આપીશ.” આવાં ત્રિદંડીનાં વચન સાંભળી ભીમસેન તેની સાથે ચાઢ્યો. પ્રાયઃ મુનિવેષ પ્રાણીઓને વિશ્વાસ પમાડે છે.' પોતાની પાસેની સેા સુવણે મહેારનું માર્ગમાં ખાવા માટે પાથેય લઈ તેઓ કેટલેક દિવસે હર્ષથી એક રલની ખાણપાસે આવ્યા. પછી કૃષ્ણ ચતુર્દશીને દિવસે એ કપટીમુનિએ ભીમસેનને ખાણમાં ઉતારી રત્ના બહાર કઢાવવા માંક્યાં. સર્વ રત્ન લઈ લીધા પછી તે દુષ્ટ તાપસે દાર છેી નાખીને તેના અધિછાતા દેવને માટે ભીમસેનને ખાણમાં પડતા મૂક્યો. દેવના બિલને માટે ભીમસેનને પડતા મૂકી ત્રિદંડી ત્યાંથી ઉત્સુક થઈ બીજે રસ્તે ચાલતા થયા. ભીમસેન પીડિત થઇને ખાણમાં આમતેમ ફરવા લાગ્યો; તેવામાં અત્યંત પીડિત અને કૃશ થઈ થયેલા એક પુરૂષ તેના જોવામાં આન્યા. ભીમસેનને જોઈ દયા લાવીને તે ખેલ્યા “વત્સ ! અહિ યમરાજનાં મુખમાં તું કેમ આવ્યા છે? શું તને પણ મારી જેમ પેલા પાપી તાપસે રલના લાભ બતાવીને છેતર્યો છે? ‘હા તેમજ થયુંછે.’ એમ કહીને ભીમસેને પૂછ્યું “ અહીંથી નિકળવાના ઉપાય હાય તેા બતાવે.” તે બાલ્યા “ વિતના એક ઉપાય છે તે સાંભળઃ આવતી કાલે સ્વર્ગમાંથી કેટલીક દેવીએ પેાતપેાતાનાં અધિષ્ઠીત રત્નાના ઉત્સવ કરવામાટે અહિ આવશે, તે શુભ ભાવનાથી આ ખાણના અધિષ્ઠાતા રત્નચંદ્ર નામના દેવની વિવિધ ગીતનૃત્યના ઉપચારથી પૂજા કરશે. તે વખતે કિંકરા સહિત એ રત્નચંદ્ર દેવનું ચિત્ત તેમના સંગીતમાં લાગતાં તું બહાર નીકળી જજે, તે વખત દેવતાઓ પણ તને કાંઈ કરી શકશે નહીં.” આવી રીતે ભીમસેનને આશ્વાસન આપી તે પુરૂષ વિચિત્ર વાણીવડે વાત્તાલાપ કરી તેની સાથે આખા દિવસ નિર્ગમન કર્યો, બીજે દિવસે પ્રાતઃકાળે મૃદંગનો ધ્વનિ કરતી કેટલીક દેવીએ વિમાનમાં બેસીને મહેાત્સવપૂર્વક ત્યાં આવી. જયારે અધિષ્ઠાયક દેવનું મન તેના કિંકરા સહિત સંગીતમાં મગ્ન થયું, ત્યારે
For Private and Personal Use Only