________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૯મ.]
લક્ષમણની મૂછ, રામને ખેદ, વિશલ્યાનો સ્પર્શ
૩રપ
જે પુરૂષ આ શક્તિથી હણાય છે તે એક રાત્રિ સુધી જ જીવે છે, માટે તેમાં કાંઈ ઉદ્યમ કરો.” “બહુ સારું એવું રામે કહ્યું, એટલે સુગ્રીવ વિગેરે વિરેએ વિદ્યાથી રામ અને લક્ષ્મણની આસપાસ ચાર દ્વારવાળા સાત કિલ્લા કર્યા. સ્વામીના દુઃખથી દુઃખી એવા સુગ્રીવ, અંગદ, ચંદ્રાંશુ, અને ભામંડળ વિગેરે ખેચરે તે કિલ્લાને વીંટાઈ રહ્યા. તે સમયે ભામંડળને ભાનુ નામે એક મિત્ર જે વિદ્યાધરોમાં અગ્રણી હો, તે ભક્તિવડે હિતેચ્છુ થઈને રામ પાસે આવી કહેવા લાગે “આધ્યાનગરીથી બાર જનઉપર દ્રોણરાજાએ પાળેલું કૌતુકમંગલ નામે એક નગર છે. તે દ્રણરાજા કૈકેયીના સહેદર બધુ થાય છે. તેને વિશલ્યા નામે એક પુત્રી છેતેને કરસ્પર્શ થવાથી શરીરમાં ગમે તેવું શલ્ય હેય પણ નીકળી જાય છે. માટે હે વિભુ! સૂર્યના ઉદય પહેલાં તે વિશલ્યાને જે અહં લવાય તો આ વીર લક્ષ્મણ સજજ થાય અને શત્રુઓ શલ્યસહિત થાય.” તેનું આવું પ્રીતિનું વચન સાંભળી રામે અંગદ, ભામંડળ અને હનુમાનને ભારત પાસે જવાની આજ્ઞા કરી. તેઓ વિમાન નમાં બેસી તત્કાળ અધ્યામાં આવ્યા અને ભારતને જગાડી સીતાના હરણ પ્રમુખ સર્વ વૃત્તાંત જણાવ્યું. સ્વામીના કાર્યમાં ઉદ્યમવાળા ભરતે વિમાનમાં બેસી દ્રાણની પાસે આવી વિશલ્યાની માગણી કરી. દ્રાણરાજાએ એક હજાર કન્યાઓસહિત વિશલ્યાને આપી. પછી ભારતને અધ્યામાં મૂકી ભામંડળ તે કન્યાઓને લઈ રામની પાસે આવ્યું. દૂરથી આવતી વિશલ્યાની કાંતિથી સર્વે સૂર્યના ઉદયની શંકા કરવા લાગ્યા, તેમને હનુમાને પ્રથમ આવી હકીકત જણાવીને નિઃશંક કર્યા. વિશલ્યાએ આવી લક્ષ્મણને કરસ્પર્શ કર્યો એટલે તેના શરીરમાંથી નીકળી આકાશ માર્ગે જતી તે શક્તિને હનુમાને ઠેકીને કરવડે પકડી લીધી. દેવીરૂપ તે શક્તિ બોલી “હે વીર! હું તે સેવકરૂપ છું માટે મારે કાંઈ દોષ નથી. આ વિશ. લ્યાના પૂર્વભવના તપવૈભવથી હું જાઉં છું માટે મને છોડી દે.” પછી એ પ્રજ્ઞપ્તિવિદ્યાની બેન શક્તિને હનુમાને છોડી દીધી, એટલે જાણે પિતાના અપરાધથી ભય પામતી હોય તેમ તે ઉછળીને આકાશમાં જતી રહી. પછી પ્રજ્ઞપ્તિના સ્નાનજળવડે સિંચન થયેલા લક્ષ્મણના શરીરના ત્રણ સર્વ રૂઝાઈ ગયા એટલે જાણે સુઈને ઉઠયા હોય તેમ તે તત્કાળ બેઠા થયા. રામે લક્ષ્મણને અલિંગન કરીને બનેલું સર્વ વૃત્તાંત જણાવ્યું અને એક હજાર કન્યા સહિત વિશલ્યાને તેની સાથે પર ણાવી. તેનાં સ્નાનજળથી બીજા સુભટોના પણ ઘા રૂઝાઈ ગયા. પછી સર્વેએ મળી વિદ્યાધરની સાથે હર્ષથી મેટો ઉત્સવ કર્યો.
૧ વિશલ્યા.
For Private and Personal Use Only