________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦ શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો. પવનકુમાર શિશપાના વૃક્ષઉપરથી નીચે ઉતરી પ્રણામ કરીને બોલ્યા, “માતા! તમારા સ્વામી રામ અનુજ બંધુ સાથે કુશળ છે. રાવણને અંત લાવનાર અને પવન તથા અંજનાનો પુત્ર હું હનુમાન નામે તેમને દૂત છું. તેઓ દંડકારણ્યમાં રહ્યા છે, તેમની આજ્ઞાથી હું અહીં આવેછું.” તે સાંભળતાં જ સીતા ઘણુ ખુશી થયાં અને તેને આશિષ આપી. પછી હનુમાનના આગ્રહથી રામભદ્રના સમાચાર સાંભળવાના હર્ષ કરીને એકવીશ દિવસે સીતાએ પારણું કર્યું. પછી સીતાની પાસેથી ચૂડામણિનું અભિજ્ઞાન લઈ મારૂતિ ત્યાંથી ચાલ્યું અને દેવરમણ ઉદ્યાનનાં વૃક્ષે તેણે ભાંગી નાખ્યાં. તે શિવાય વનપાકોને હણે રાવણના પુત્ર અક્ષકુમારને પણ મારી નાખ્યું. પછી દશમુખને મેટે પુત્ર ઇંદ્રજીત આવી નાગપાશવડે હનુમાનને બાંધીને રાવણની પાસે લઈ ગયે. રાવણે દુર્વાક્ય કહ્યું, તે સાંભળી હનુમાને ક્રોધ કરી નાગપાશ તેડી રાવણના મુગટને ચરણના આઘાતથી ભાંગી નાખે.
પછી તે કપિ લંકાનગરીને ભાંગી, ત્યાંથી વેગવડે આકાશમાં ઉડીને રામનીપાસે આવે, અને રામને નમસ્કાર કરી સીતાને ચૂડામણિ અર્પણ કર્યો. જાણે સાક્ષાત સીતા આવ્યાં હોય તેમ ધારી ચૂડામણિને આલિંગન કરીને રામે પ્રેમથી પવનકુમારની સંભાવના કરી. પછી રામની આજ્ઞાથી સુગ્રીવ વિગેરે સર્વ કપિવીએ યુ
માં આદર કરી સંભ્રમથી પ્રયાણનાં વાજિંત્રો વગડાવ્યાં. સર્વ ખેચરે વિમાનવડે આકાશને આચ્છાદન કરતા ચાલ્યા. રામલક્ષ્મણ સહિત સુગ્રીવ વિગેરે સુભટને જોઈ રાવણના સેતુ અને સમુદ્રનામે બે સુભટે લડવા આવ્યા. તેમને રામે સમુદ્રના આંગણામાંજ બાંધી લઈને રાવણની સીતાવિષેની આશાને છેદી નાખી. પછી સુવેલ પર્વત પર રહેનારા સુવેલ નામના રાજાને જીત્યો. ત્યાર પછી લંકાની નજીકમાં હંસકીપમાં રહેનારા હંસરથરાજાને જીતી લીધો. જયારે રામચંદ્ર નજીક આવ્યા, ત્યારે લંકાનગરી ક્ષેભ પામી ગઈ. રાવણે કોધથી રણટૂર્ય વગડાવ્યા. રામને આવેલા જાણી ડાહ્યો વિભીષણ કે જે અનુજ છતાં ગુણવડે શ્રેષ્ઠ હતો તેણે રાવણ પાસે આવી પ્રણામ કરી કહ્યું, “હે દેવ! તમે વિચાર્યા વગર પરસ્ત્રીનું હરણ કર્યું છે, તે હવે અભ્યાગતરૂપે આવેલા રામને તે સત્વર પાછી આપી ઘો. માત્ર એક પરસ્ત્રીને માટે આ રાજયને અને પાપથી પતિત થઈને પરલોક (સ્વર્ગ) ને પણ શામાટે ત્યાગ કરો છો ? કદિ આપણા સુભટ સમુદ્ર અને સેતુના બંધથી
૧ નિશાની. ૨ હનુમાન. ૩ રાવણ. ૪ અહીં ટબ પુરનારે “સમુદ્રઉપર સેતુ (પાળ) બાંધવાથી એવો અર્થ કર્યો છે, પરંતુ જેનરામાયણમાં જોતાં એ અર્થ બરાબર જણાતું નથી. વળી આકાશમાર્ગે જતા હોવાથી પાજની જરૂર પણ નથી. ભા.ક
For Private and Personal Use Only