________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૯ મો. ]
શંક્ષુકનો વધ; ર્પણખાનું સ્ત્રીચરિત્ર.
૧૫
કૃપાનું પાત્ર કર્યાં. વરૂણની પુત્રી સત્યવતી, ખવિદ્યાધરની પુત્રી અનંગકુસુમા અને તે શિવાય બીજી ઘણી કન્યાઓની સાથે હનુમાન કુમાર પરણ્યા. રાવણરાજા સૂર્ય વગેરે નવ વિદ્યાધરાને જીતી, તેમને ઇંદ્રની જેમ પોતાના કામ કરનારા કરી સુખે રાજ્ય કરવા લાગ્યા.
અહીં દંડકારણ્યમાં રામચંદ્ર રહેલા છે ત્યાં એક વખતે ક્રીડાનેમાટે ફરતાં ક્રતાં લક્ષ્મણે વનમાં એક ખડ્ગ જોયું. ક્ષાત્રપણાથી તે ખડ્ગને લઈ તેવડે તેની પાસે વંશજાળ હતી તેને લક્ષ્મણે કમળના નાળની જેમ છેદી નાખી; તેવામાં તેા તેની આગળ કાઇનું મસ્તક કપાઇને પડેલું જોવામાં આવ્યું. તે જોઇને અહા ! કાઈ યુદ્ધ કાવગરના પુરૂષને મેં મારી નાખ્યા' એવા લક્ષ્મણને પશ્ચાત્તાપ થયો. પછી તે ખડ્ગ લઇ રામચંદ્રપાસે જઇને લક્ષ્મણે તે વૃત્તાંત તેને કહ્યો. રામે કહ્યું “તમે આ કાર્ય સારૂં કર્યું નહિ, આ ચંદ્રહાસ ખડ્ગ છે, અને એ પુરૂષ તેના સાધનાર છે, અને તેને તમે મારી નાખ્યા છે; પરંતુ આટલામાં તેના કોઈ ઉત્તરસાધક પુરૂષ પણ હાવા જોઈએ.' તેવામાં રાવણની બેન સૂર્પણખા પાતાના પુત્રને આજે વિદ્યા સિદ્ધ થયેલી હશે એમ જાણી ધણા પૂજોપચાર લઇને ત્યાં આવી, તેવામાં તેા પેાતાના પુત્રનું મસ્તક છેદાયેલું તેના જોવામાં આવ્યું “ હે પુત્ર શંભુક! તને કયા અકાળ શત્રુએ યમદ્રારમાં પહોંચાડ્યો! ’ એમ પાકાર કરતી ઊંચે સ્વરે તે રૂદન કરવા લાગી, ચેાડીવાર તે ઠેકાણે કાઈ પુરૂષનાં પગલાંની મનેહર પંક્તિ તેના જોવામાં આવી. તેને અનુસારે આગળ જતાં તે રાક્ષસીએ કામદેવની જેવા મનેાહર રામચંદ્રને જોયા. રામનાં સુંદર રૂપથી મેહ પામીને તે પાતાનું વૈર ભૂલી ગઈ, તેથી તેણે શાક છેાડી દઇને સંભાગને માટે તેમની પાસે યાચના કરી. આહા! સ્રીઓને ધિક્કાર છે.” પછી રામે ‘હું સ્ત્રીસહિત છું માટે લક્ષ્મણની પાસે જા' એમ કહેવાથી તે લક્ષ્મણ પાસે આવી. એટલે ‘માનસિક વિકારથી તું મારી ભ્રાતૃજાયા થઈ ચૂકીછે તેથી હવે મારે ગ્રહણ કરવા યાગ્ય નથી’ એમ કહી લક્ષ્મણે પણ તેને ત્યાગ કર્યો. આ પ્રમાણે ઉભયથી ભ્રષ્ટ થયેલી એ દુષ્ટા રાષથી ત્યાંથી નાસીને મરતક કુટતી કુટતી પેાતાના પતિ પાસે આવી, અને પુત્રના વધના બધા વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળતાંજ ચૌદ હજાર વિધાધર સુભટાની સાથે ખરાદિ વીરા તીક્ષ્ણ કાપ કરતા રામની ઉપર ચડી આવ્યા. રામે લક્ષ્મણને કહ્યું “વત્સ! તમે અહીં રહેા, હું શત્રુને હણુંછું; મારા આવતાં સુધી આ તમારી ભાભીનું સ્વસ્થપણે રક્ષણ કરજો.” લક્ષ્મણ બેાલ્યા આર્ય! તમારી આજ્ઞાથી હું તે શત્રુઓને એક લીલામાત્રમાં હણી નાખીશ, માટે મને
૧
(
૧ ભેાજાઈ.
For Private and Personal Use Only