________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૯ મો. ]
ગર્ભવતી અંજનાનો અરણ્યવાસ, ત્યાં ચારણ મુનિનો મેળાપ.
૩૧૩
(
દુ:ખમાંજ કાળ નિર્ગમન કરવા લાગી. એક સમયે વરૂણ રાજાના વિજય કર વાને મદદ લેવા આવેલા રાક્ષસપતિના દૂતે પ્રહ્વાદ રાજાને કહ્યું કે આપને રાવણ પેાતાની મદદ માટે બાલાવે છે. તે સાંભળીને પ્રહ્વાદ રાજાને જતા રાકી પવનંજય વિનયથી પિતાની રજા લઈ માતાને નમવા આવ્યા, ત્યાં પેાતાની પ્રિયાને જોઇ. તે ચરણમાં આવીને નમી તેપણ તેની અવજ્ઞા કરી. પવનંજય સૈન્યસહિત આકાશમાર્ગે ચાલીને એક સરાવરને તીરે રાત્રિવાસા રહ્યો. ત્યાં રાત્રિએ એક ચક્રવાકીને વિયોગપીડિત જોઈ. તે વખતે તેવી રીતે સંભાળ વગર દુ:ખી થતી પેાતાની પ્રિયા સાંભરી આવી. તત્કાળ પ્રહસિત નામના પોતાના મિત્રની સાથે વેગથી તેના આવાસમાં ગયો. ત્યાં પેાતાની પ્રિયા અંજનાસુંદરીને શિથિળ પડેલી જોઈ, મધુર વચનાથી પ્રિયાને આશ્વાસન આપી કામદેવ જેવા પવનંજયે તે રાત્રિને અલ્ફ્રેક્ષણની જેમ તેની સાથે સુખમાં નિર્ગમન કરી. પ્રાતઃકાળે જ્યારે પવનંજય જવાને તૈયાર થયા, તે વખતે અંજનાસુંદરી બોલી “ હું નાથ ! જો હું સગર્ભા થાઉં તે પછી મારે શું કરવું ?” પવનંજયે તેને અભિજ્ઞાનની મુદ્રા આપી કહ્યું કે “ પ્રિયે ! ભય રાખીશ નહીં” એમ કહી માનસ સરોવર ઉપર રહેલી પેાતાની છાવણીમાં આન્યા. કેટલાક કાળ જતાં અંજનાસુંદરીના શરીરપર ગર્ભનાં ચિન્હ રટ જોઈ કેતુમતી નામે તેની સાસુ તિરકારથી બાલી “ અરે ! બે કુળને કલંક આપનારી અધમ સ્ત્રી! આ તેં શું કર્યું ? પતિ પરદેશ ગયા છતાં તું ગભૅણી કેમ થઈ ? ’' અંજનાસતી રાતી રાતી પતિની મુદ્રિકા બતાવીને પતિની ગુપ્ત રીતે આવ્યાની સર્વ વાત્તી ૩હેવા લાગી; તથાપિ કેતુમતીએ તે માન્યું નહીં, અને તત્કાળ કાટવાળદ્વારા તેને ૨થમાં બેસારી માહેંદ્રપુર માકલી આપી. તેની વસંતતિલકા નામે એક સખી સાથે રહી હતી. અંજનાના પિતાએ પણ અંજનાને દાષિત ધારી વસંતતિલકાસહિત પાતાના ધરમાંથી કાઢી મૂકી. રાજાનાં શાસનથી કાઈ ગામાદિકમાં પણ તેને નિવાસસ્થાન ન મળ્યું, તેથી રખડતી રખડતી તે કાઈક અરણ્યમાં ગઇ. ત્યાં ચારણુ મુનિને જોઇ હર્ષ પામીને તેણે નમસ્કાર કર્યો. વસંતતિલકા સખીએ પ્રારંભથી તેને વૃત્તાંત કહી બતાવીને પછી મુનિને તેનાં કર્મના પરિપાકવિષે પ્રશ્ન કર્યું; એટલે મુનિએ તેને કહ્યું “ લાંતક દેવલાકમાંથી ચ્યવીને એક દેવ એના ઉત્તરમાં પુત્રપણે ઉત્પન્ન થયા છે, તે વિદ્યાધર થઈ તેજ ભવમાં મુક્તિએ જશે. વળી એના પૂર્વભવનું સ્વરૂપ સાંભળ. પૂર્વે કનકરથ નામના રાજાને લક્ષ્મીવતી અને કનકાદરી નામે એ પત્રી હતી. તેમાં લક્ષ્મીવતી શ્રાવિકા હતી. કનકાદરીએ સાપતભાવથી એક વખતે તેની અદ્વૈતની પ્રતિમાનું હરણ કરીને તેની અવજ્ઞા કરી, ૧ શાકપણાનો ભાવ.
For Private and Personal Use Only