________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૯મ.] રાવણની સહસ્રાંશુરાજા સાથે લડાઈ
૩૧૧ તો પણ તેને અમેઘ વિજ્યાશક્તિ અને અન્ય વિદ્યાઓ આપી ધરણંદ્ર સ્વસ્થાનકે ગયા. પછી રાવણ તીર્થકરોને નમસ્કાર કરી નિત્યાક નામે નગરમાં ગયો અને ત્યાં રસાવલીને પરણી પાછો લંકામાં આવ્યું.
વાળી મુનિ કર્મના ક્ષયથી કેવળજ્ઞાન પામી, સુરઅસુરે જેની ઉપાસના કરે છે એવા પ્રભાવિક થઈ અવ્યયપદ ને પ્રાપ્ત થયા. સુગ્રીવ જવલનશિખા વિદ્યાધરની પુત્રી તારા કે જેની સાહસગતિ વિદ્યાધરે માગણી કરેલી હતી તેની સાથે પર. તારા સાથે ક્રીડા કરતાં સુગ્રીવને અંગદ અને જયાનંદ નામના બે ઉત્તમ પુત્રો થયા. તારાથી ઠગાએલા સાહસગતિ વિદ્યારે હિમાલય ઉપર જઈ હૃદયમાં તારાનું સમરણ કરી વિદ્યા સાધવાનો આરંભ કર્યો.
હવે અહીં રાવણ પર વિગેરે વિદ્યાધરોને અને સુગ્રીવ વિગેરે વાનરેને સાથે લઈને વૈતાઢ્યગિરિ ઉપર ઇદ્રરાજાને જીતવા ચાલ્યું. માર્ગમાં રેવા નદી આવતાં, તેને તીરે બેસીને તે નદીનાં જળ તથા કમળાવડે એક રતપીઠ ઉપર પ્રભુને સ્થાપિત કરીને ભક્તિવાળા રાવણે પૂજા કરી. પછી રાવણ ધ્યાનમાં લીન થતાં અકરમા જળનું પૂર આવ્યું, તેથી પ્રભુની પૂજા જોવાઈ ગઈ. તત્કાળ રાવણને ક્રોધ ચડ્યો, એટલામાં કઈ વિદ્યાધરે કહ્યું “સ્વામી! માહિષ્મતી નગરીના રાજા સહસ્ત્રાંશુએ રેવાજળમાં સ્નાન કરવા માટે તેના જળનો રોધ કર્યો હતો, તે એકસાથે જોડી દેવાને લીધે તમારી આ જિનપૂજાને ભંગ થયે છે, અને તે જ તમારા ક્રોધનું કારણ છે. એ રાજા સહસ્ત્રાંશુની પાસે અનેક આત્મરક્ષક રાજાઓ અને સ્ત્રીઓ રહેલી છે.' આ ખબર સાંભળી રાવણને ઘણો કેધ ચડ્યો, તેથી તત્કાળ સહસ્ત્રાંશુને જીતવાને માટે કેટલાક રાક્ષસને મોકલ્યા. તેઓ ત્યાં ગયા ખરા, પણ સહસ્ત્રાંશુએ કરેલા તેમના પરાભવથી તરતજ તેઓ પાછા રાવણની પાસે આવ્યા; એટલે રાવણ પિતે ત્યાં ગયે, અને બળથી સહસ્ત્રાંશુને જીતીને પિતાની છાવણીમાં પકડી લાગે. પછી હર્ષિત થઈ સભા ભરીને બેઠે, તેવામાં ત્યાં આકાશમાંથી કોઈ મુનિ આવ્યા. રાવણે તેની પૂજા કરી. “આ મારો પુત્ર થાય છે અને મારું નામ શતબાહુ છે એવું તે મુનિએ કહ્યું એટલે રાવણે તે (સહસ્ત્રાંશુ)ને છોડી દીધે. સહસ્ત્રાંશુએ તત્કાળ ત્રત ગ્રહણ કર્યું. - ત્યાર પછી મરૂત્તરાજા હિંસામય યજ્ઞ કરતો હતો, તે હકીકત નારદના વાક્યથી સાંભળી દયાળુ રાવણે તેને અટકાવ્યું. પછી રાવણની આજ્ઞાથી દુર્લંઘ નગરે ઈંદ્રના દિગ્વાલ નલકુબેરને જીતવાને કુંભકર્ણ વિગેરે વેગથી ગયા. તે ખબર સાંભળી નલકુબરે આશાલી વિદ્યાવડે પિતાના નગરની આસપાસ સે જનને
૧ મોક્ષ.
For Private and Personal Use Only