________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૯ મે.]
રાક્ષસકુળની ઉત્પત્તિ.
૩૦૯
થયા. અનિવેગને સહસ્રાર નામે પુત્ર થયા અને ચિત્રસુંદરી નામે સ્રીથી ઇંદ્રનામે પુત્ર થયો. તેણે ઇંદ્ર જેમ લેાકપાળને સ્થાપિત કરે તેમ પેાતાના ચાર લેાકપાળ કર્યા અને પાછા કપિ અને રાક્ષસેાને પરાજિત કરીને પાતાળલઁકામાં કાઢી મૂક્યા. ત્યાં સુમાલીને રલશ્રવા નામે પુત્ર થયા; તેણે અનેક વિદ્યાએ સાધી હતી. તેને પૈકસી નામે સ્રી હતી; તેનાથી અતિ દુર્મદ રાવણ નામે એક પુત્ર થયો. તેણે પહેરેલા હારમાં મેટાં નવરો હતાં, તેમાં તેના મસ્તકનાં પ્રતિબંબ પડવાથી તેનું દશમુખ એવું સત્યાર્થ નામ પ્રખ્યાત થયું. ત્યાર પછી કુંભકર્ણ, સૂર્પનખા, અને વિભીષણ એ ત્રણ સંતાનને કૈકસીએ અનુક્રમે જન્મ આપ્યા. પેાતાની માતાનાં મુખથી શત્રુઓથી થયેલા પૂર્વ પરાભવ સાંભળી, તે ત્રણે બંધુ વિદ્યા સાધવા માટે ભીમારણ્યમાં ગયા. ત્યાં રાવણને એક હજાર મેટી વિદ્યા, કુંભકર્ણને પાંચ વિદ્યા અને વિભીષણને ચાર વિદ્યા પ્રાપ્ત થઈ. મય નામના ખેચરેશની હેમવતી નામની સ્રીથી ઉત્પન્ન થયેલી મંદાદરી નામે એક સુંદર સ્ત્રીને રાવણ પરણ્યા. તે શિવાય તેના ગુણથી રંજિત થઇને પેાતાની મેળે પ્રાપ્ત થયેલી છ હજાર ખેચર રાજાઓની કન્યાને તે પરણ્યા. તડિઝ્માળા (વિજળીની શ્રેણી ) ને મેધની જેમ મહેાદર રાજાની પુત્રી તડિન્માળાને કુંભકર્ણ ૫રહ્યા, અને વીર વિદ્યાધરની પુત્રી પૈકજશ્રીને માતાપિતાની આજ્ઞાથી વિભીષણ હર્ષ સાથે પરણ્યો. અનુક્રમે મંહેદરીએ શુભલગ્ને ઇંદ્રતુ અને મેધવાહન નામના બે કુમારને જન્મ આપ્યા.
એક વખત ઇંદ્રરાજાના સેવક વૈશ્રવણ વિદ્યાધરને જીતીને રાવણે તેની પાસેથી પુશ્પક વિમાનસહિત પેાતાની લંકા નગરી મેળવી. ઇંદ્રરાજાના સેવક યમને જીતી, તેણે કરેલા કૃત્રિમ નરકને ભાંગી કિષ્કિંધા નગરી પેાતાના મિત્ર આદિત્યરજાને આપી, અને એક નવું ઋક્ષપુર નામે શહેર વસાવી તે ઋક્ષરજાને આપ્યું. આદિત્યરજાને વાળી નામે એક અતિ બળવાન પુત્ર થયેા. ત્યાર પછી બીજો પરાક્રમી સુગ્રીવ નામે પુત્ર અને શ્રીપ્રભા નામે એક પુત્રી થઈ. ઋક્ષરજાને હિરકાંતા નામની કાંતાથી નલ અને નીલ નામે બે જગદ્વિખ્યાત પુત્રો થયા. આદિસરજાએ વાળીને રાજ્ય આપી અને સુગ્રીવને યુવરાજ કરીને દીક્ષા ગ્રહણ કરી. એક ખર નામના રાક્ષસે સૂર્પનખાનું હરણ કરી, આદિત્યરજાના પુત્ર ચંદ્રોદર રાજાને છતી પાતાળલંકા કબજે કરી લીધી. તે સાંભળી રાવણને ક્રોધ ચડયો, પણ મદારીના કહેવાથી ક્રોધ છેડી પેાતાના બનેવી ખરને દૂષ્ણ નામના રાક્ષસ સાથે પાતાળલંકાના રાજ્ય ઉપર પાતે બેસા. ચંદ્રાદર મૃત્યુ પામ્યા પછી તેની શ્રી અનુરાધાએ વનમાં રહીને એક વિરાધ નામના ગુણવાન્ પુત્રને જન્મ આપ્યા.
For Private and Personal Use Only