________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમાં કેટલાક
પિતાના તેજથી લીધી પણ
લાગ્યા. રેગન
સર્ગ ૯ મ ]
રસારની કથા. શતરથ તેને ઉદયપૃથુ, તેને વારિરથ, તેને આદિત્યરથ, તેને માંધાતા, તેને વીરસેન, તેને પ્રતિમન્યુ, તેને પદ્મબંધુ, તેને રવિન્યુ, તેને વસંતતિલક, તેન કુબેરદત્ત, તેને કુંથું, તેને શરભ, તેનો દ્વિરદ, તેને સિંહદર્શનતેને હિરણ્યકશિપુ, તેનો પંજસ્થળ, તેને કકુરથ, અને તેને રઘુ,-એપ્રમાણે રાજાઓ થયા. તેઓમાં કેટલાક મોક્ષે અને કેટલાક સ્વર્ગે ગયા. તે પછી સાકેતપુર નગરમાં અનરણ્ય નામે રાજા થયે, તે પિતાના તેજથી શત્રુઓને ઢાંકી દેનાર થવાથી લોકોમાં વિખ્યાત છે. તેણે બધી દિશાઓને જીતી લીધી પણ છેવટ પૂર્વકર્મના ભેગે તેના શરીરમાં એકસોને સાત વ્યાધિઓ ઉત્પન્ન થઈ તેને પીડવા લાગ્યા. રેગની પીડાથી દુઃખિત છતાં પણ અંતરમાં પરાક્રમવાળા તે રાજાએ દુ:સાધ્ય એવા સંકિડો રાજાઓને સાધ્યા અનુક્રમે અખંડ આજ્ઞાથી અનેક રાજાઓને દબાવી ત્રિખંડ પૃથ્વીમાં આભૂષણરૂપ એવા સૌરાષ્ટ્ર દેશમાં તે આવે. સંસારના શૃંગારભૂત એ રાજાએ ઉત્તમ વાસનાથી શત્રુંજયતી આવી પ્રભુને નમી દ્વીપનગરને અલંકૃત કર્યું.
તે અરસામાં રતસાર નામે એક સાંયાત્રિકશિરોમણિ અનેક વસ્તુઓથી વહાણ ભરીને સમુદ્રમાં જતો હતો. સારા પવનના એગથી સુખે સુખે સમુદ્રમાં ચાલતું વહાણ ઘણો માર્ગ ઉલ્લંઘન કરીને તેને લગભગ સમુદ્રના કિનારા નજીક લઈ ગયું. કિનારા પરના પર્વતે જોવામાં આવ્યા એટલે તેને જીવિતની આશા ઉત્પન્ન થઈ. તેવામાં અગ્નિદિશાના મુખમાંથી નાવિકના આયુષ્યને હરે તે પ્રતિકૂલ પવન વાવા લાગે. તત્કાળ ચગીની કંથાની જેમ ચડી આવેલા મેઘના વૃંદે સર્વદિશાઓમાં ફેલાઈ જઈને આકાશને ઢાંકી દીધું. સમુદ્ર પિતાના ઉદાર દાતારને આવેલ જાણે આલિંગન કરવાને ઇચ્છતો હોય તેમ પિતાના ઉમિરૂપ કરવડે અત્યંત ઉછળવા લાગે. તે વખતે નવપતિ વિચારમાં પડ્યો કે આ જીવનહારી વટેલીઓ ભમે છે, જરૂર હવે કષ્ટ આવી પડ્યું. ચપળ ચિત્તને ધારણ કરનારા અને બુદ્ધિરહિત એવા મેં દ્રવ્યના લેભથી ઘણું માણસોને વહાણમાં બેસાડ્યા તે ખોટું કર્યું. વાદળાના ભારવાળે જે આ મેઘ જીવન આપનાર છે, તે પવનરાજાને દાસ થઈ અત્યારે જીવનને હરનાર થઈ પડ્યો છે. આ વહાણ તરગરૂપ યષ્ટિના પ્રહારવડે હણવાથી દડતા દડાની જેમ અત્યંત ચલાયમાન થયા કરે છે, માટે જયાં સુધી આ વહાણ નહીં અને લોકોને નાશ થાય નહીં ત્યાં સુધીમાં
૧ તેને ઉદય અને ઉદયને પૃથુ એમપણ અન્યત્ર લેખ છે. ૨ જીત્યા. ૩ સમુદ્રમાર્ગે મુસાફરી કરનારમાં મુખ્ય. ૪ લાકડી.
For Private and Personal Use Only